રાજકોટ,તા.23
રાજકોટના લક્ષ્મીનગર મેઈન રોડ, આનંદ બંગલા ચોકની પાસે મહાદેવા વાડી કોર્પોરેશન સ્કૂલની બાજુમાં આશરે 250 ચો.વાર જમીન પર બે માળનું બિલ્ડીંગમાં ગેરકાયદેસર કબ્જા કરાતા નોંધાયેલ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદના કામે પોલીસે જેલ હવાલે કરેલ આરોપીઓ પ્રફુલભાઈ તુલશીભાઈ જોષી તથા હિરેન જયંતીલાલ કોટકના જામીન સ્પેશીયલ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે.
આ કેસની હકીકત એવી છે કે બે માળનું બિલ્ડીંગ ફરીયાદીની માલીકીનું છે જે 2019ની સાલમાં ખરીદ કરેલ જેમાં આરોપીઓએ ગેર કાયદેસર રીતે પોતાનો સામાન રાખી રહેણાક તથા ગોડાઉન બનાવેલ એમ આરોપી પ્રફુલભાઈ તુલશીભાઈ જોષી તથા હિરેન આરોપી પ્રફુલભાઈ તુલશીભાઈ જોષી તથા હિરેન જયંતીલાલ કોટક તથા ધાર્મીબેન કોટકે પચાવી પાડેલ હતું.તે સંદર્ભની અરજી થતા કલેકટરની અધ્યક્ષતામાં મળેલ કમિટીએ ગુન્હો દાખલ કરવાનો હુકમ કરેલ હતો. જેથી માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબીંગના કાયદા અન્વયે ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.જે પછી આરોપીઓએ જામીન માટે અરજી કરેલી તેના વકીલે દલીલ કરેણ કે, પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતાં.
આરોપીઓએ સને-2019માં બિલ્ડીંગ તેના મુળ માલીક રાજેશ પડારીયા પાસેથી રૂપિયા દોઠ કરોડમાં ખરીદવા માટે મૌખીક રીતે નકકી કરેલ હતું. જે સદર્ભે રૂ।1 લાખ હાલના આરોપીઓએ મૂળ માલીકને ચુકવી આપેલ હતા તેમજ રૂ।4 લાખનું બિલ્ડીંગમાં રીપેરિંગ કામ કરાવેલ હતું. ત્યારથી હાલના આરોપીઓઆ બિલ્ડીંગમાં માલ સામાન રાખતા હતાં છતાં ગેરકાયદે બિલ્ડીંગ વેચેલ હતું.
વિવાદીત જગ્યા સંદર્ભે આરોપીઓ તથા મૂળ માલીક તેમજ ફરીયાદી વચ્ચે સિવીલ દાવો પણ ચાલુ છે અને તે દાવાની કાયદા મુજબ ન્યાયિક પ્રકિયા ચલાવવાના બદલે ફરીયાદીએ શોર્ટકટ અપનાવી તે દાવાની હકીકતો કલેકટર તથા પોલીસ પાસે સંતાડી લેન્ડગ્રેબીંગની ગંભીર કલમો હેઠળ ગંભીર ગુન્હો દાખલ કરાવેલ છે.
બંન્ને પક્ષોની દલીલો તેમજ અરજદાર તરફે રજુ રાખેલ હાઈકોર્ટ તથા સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઈને સ્પે.અદાલત દ્વારા બંન્ને અરજદાર/ આરોપીઓને શરતોને આધીન જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ હતો.
આ કામમાં બંન્ને આરોપીઓ તરફે જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકીયા રોકાયેલ હતાં.