રાજકોટના કારખાનેદારને 20 લાખનું મશીન પુનાના ભેજાબાજે 78 લાખમાં ધાબડી દીધું: ગુનો નોંધાયો

23 March 2023 04:50 PM
Rajkot Crime
  • રાજકોટના કારખાનેદારને 20 લાખનું મશીન પુનાના ભેજાબાજે 78 લાખમાં ધાબડી દીધું: ગુનો નોંધાયો

ગૂગલમાં સર્ચ કરી કિંમતી મશીન મંગાવવું ભારે પડ્યું

► રીપેરીંગ કરવા માટે મશીન બનાવનાર ઇન્ફોસિટી કંપનીના માલિકે વિઝિટના રૂ।0 હજાર માંગી હાથ ઊંચા કરી દીધા: શાપર પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ. તા.23
શહેરની ભાગોળે અમદાવાદ હાઇવે પર અવધ ઇન્ડસ્ટ્રીઝમાં કારખાનું ધરાવતા કારખાનેદારને ગૂગલમાં સર્ચ કરી કિંમતી મશીન મંગાવું ભારે પડ્યું હતું.રૂ।0 લાખનું બીફિંગ વિલ બનાવવાનું મશીન 78 લાખમાં ધાબળી દેતાં પુના સ્થિત ઇન્ફિનિટી ટેકનોલોજીના માલિક આનંદ સ્વામી સામે 406, 420 સહિતની કલમો હેઠળ પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે તેના મોટા ભાઈ તથા તેના પિતા સાથે ત્રણેય ભગીદારીમાં શાપર એસેન ગેઇટ અંદર રામેશ્વર - ર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં સર્વે નં.133 નો સેડ તા વર્ષ 2021 થી ભાડે રાખી સેડમાં વેલોસી ટી ઇન્ડસ્ટ્રીઝ નામે તા.02-05-2022 ના રોજ બફીંગ વીલ બનાવવાનું કારખાનુ ચલાવી વેપાર ધંધો શરૂ કરેલ અને આ ઉપરોક્ત જગ્યાના માલીકે વર્ષ 2022 ના અંતમાં આ જગ્યા ખાલી કરાવતા અવધ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક રાજકોટ - અમદાવાદ હાઇવે નવાગામ ખાતે કારખાનું ચાલુ કરી વેપાર ધંધો શરૂ કરેલ હતો. તેઓને બફીંગ વીલ બનાવવાનો વેપાર ધંધો શરૂ કરવો હોય જેથી બીંગ વીલ બનાવવા માટે તેના મશીનની જરૂરીયાત હોય જેથી બીંગ વીલ બનાવતી કંપનીઓ બાબતે ગુગલમાં સર્ચ કરતા ગુગલમાં ઇન્ફીનીટી ટેકનોલોજી એસ - જે -446 એમ,સી,સી,આઇ,એ પાસે એમ, આઇ, ડી, સી, ભોસોરી પુર્ણ -411026 નામની કંપની બીંગ વીલે મશીન બનાવતી હોવાની જાણ થતાં ઇન્ફીનીટી ટેકનોલોજી નામની કંપનીની સાઇટમાંથી તે કંપનીનો નંબર મેળવી કંપનીના સેલ્સ એક્ઝીક્યુટીવ કનૈયા પવાર સાથે મે 2021 ના સ્પેશ્યલ ઓર્ડર ઉપર ફુલ્લી ઓટોમેટીક બફીંગ વ્હીલ બનાવવાનું મશીન બનાવવાની વાત કરી હતી.

સેલ્સ એસઝીક્યુટિવે ઇન્ફીનીટી ટેકનોલોજીના માલિક આનંદ સ્વામી સાથે વાત કરાવતા તેઓને ઉપર મુજબનું મશીન બનાવી આપવાની વાત કરતા તેણે કહેલ કે, તેમને તે મશીનનુ કોર્ટેશન મોકલાવુ તેમ કહી તેણે રૂ।8 લાખનું કોટેશન મોકલેલ હતું. પરંતુ તેને જે પ્રકારનું મશીન જોતુ હતુ તે મશીનનુ કોટેશન નહી મોકલી બીજા કોઇ મશીનનુ કોટેશન મોકલેલ હોય જેથી મશીન બાબતે સમજાવવા ફરિયાદી સહિત ત્રણેક લોકો બફીંગ વીલના સેમ્પલો લઇ પુણે કંપનમાં ગયેલ અને તેમની ટેકનીકલ ટીમ સાથે મશીન બાબતે ચર્ચા કરેલ હતી.બાદ તેઓએ અમારે જે પ્રકારનું મશીન જોતું હતું

તેનું રૂ।6લાખનું ફાઇનલ જી.એસ.ટી.વાળુ કોટેશન મોકલેલ અને મૌખીક કહેલ કે, મશીનમાં અમે આધુનીક વિદેશી પાર્ટ લગાવવાના છીએ તેવી વાત કરતા અમે મશીન બનાવવાનો ઓર્ડર આપેલ અને અમે તે કંપનીને માર્જીન મની પેટે રૂ.19.17 લાખ કંપનીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ અને તેઓએ અમારી પાસે સીક્યુરીટી ચેકની માંગણી કરતા તેમની કંપનીના સેન્ટ્રલ બેંક એકાઉન્ટના ચેક નં.164009 નો કોરો ચેક આપેલ બાદમાં તેઓએ મશીન ખરીદવા માટે અમે સેન્ટ્રલ બેંકમાંથી રૂ.57.50 લાખની લોન લીધી હતી. જે રકમ ઇન્ફીનીટી ટેકનોલોજી કંપનીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપેલ બાદમાં ઇન્ફીનીટી ટેકનોલોજીના માલિક આનંદ સ્વામીને ફોનથી મશીન બનાવી આપવાનું અવાર નવાર કહેતા હતાં.પરંતુ તમને અત્યંત આધુનીક મશીન બનાવી આપીશ અને તે માટે મારે પાર્ટ રશીયા તાઇવાનથી મંગાવવા જોશે અને ત્યાં યુદ્ધ ચાલે છે એટલે વાર લાગશે તેવું જણાવી સમય પસાર કરતા હતા.

બાદમાં તેનો ફોન આવેલ અને કહેલ કે, તમારૂ મશીન તૈયાર થઇ ગયેલ છે તમે આવી ટ્રાયલ કરી ચેક કરી જાવ કહેતા ફરિયાદીનો ભાઇ ઓમ તથા કર્મચારી દિપકભાઇ ટંકારીયા ગયા વર્ષે ત્યાં ગયેલ અને ત્યાંથી પરત ફરેલા તેના ભાઈએ જણાવેલ કે, ત્યાં ટ્રાયલ લેવા ગયેલ ત્યારે મશીન થોડીવાર ચાલુ રહી બંધ પડી જતુ હોય જેથી મેં તેઓને કહેલ કે મશીન કેમ બંધ પડી જાય છે. તો તેઓએ કહેલ કે, મશીનનો પાર્ટ્સ બહારથી મંગાવેલ છે એટલે મશીનનો પ્રોગ્રામ સેટ થવામાં થોડીવાર લાગે પ્રોગ્રામ સેટ કરી તમને મશીન મોકલાવી આપીશ.

બાદમાં મશીન તૈયાર થઇ જતા તેઓ મશીન લેવા ત્યાં જતા આનંદ સ્વામીએ અમને કહેલ કે આ મશીનની ડીલેવરી ફોર્મ માટે તમારા પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂરીયાત પડશે તમે તમારા ત્રણેયના ફોટા આપો કહેતા તેને અમારા ફોટાઓ આપેલ અને તેણે ત્રણેયની એક કોરા કાગળમાં સહી લીધેલ બાદ અમે આપેલ સીક્યુરીટી ચેકની તેની પાસે માંગણી કરતા તેણે કહેલ કે તે ચેક મારા એકાઉન્ટન્ટ પાસે પડેલ છે

ચેક તમને કુરીયર દ્વારા મોકલી આપીશ તેવુ કહેલ પરંતુ તેણે હજી સુધી મને તે ચેક મોકલાવેલ નથી. અને તેઓને કંપનીનું તા.30 / 04 / 2022 ના ઓપનીંગ કરવું હોય જેથી તે પહેલા મશીન મોકલી આપવાનું કહેલ હતુ પરંતુ તેણે તે મશીન તે સમયે નહી મોકલી બાદમાં તા.01-05-2022 ના રોજ મશીન મોકલાવેલ અને ઇન્સટોલેશન માટે કોઇ ટેકનીશીયન પણ મોકલેલ ન હતો. ત્યારબાદ પણ અવાર નવાર મશીન ઇન્સ્ટોલેશન માટે ટેકનીશીયનને મોકલવાનું કહેતા હોય છતા કોઇ ટેકનીશીયન ઇન્સ્ટોલેશન માટે મોકલેલ નહી. બાદમાં મશીન આવેલ તેના ચાર પાંચ દિવસ પછી તેના ટેકનીશીયન આવેલ અને મશીન ઇન્સ્ટોલેશનની જગ્યાએ મશીન રીપેર કરવા લાગેલ જેથી તેમને કહેલ કે મશીન ઇન્સ્ટોલેશન કરવાનુ છે પણ તમે કેમ રીપેર કરો છો તેમ કહેતા તેણે કહેલ કે મશીન નવુ છે એટલે લાઇન અપ કરવામાં વાર લાગશે કહી મશીન રીપેર કરી ઇન્સ્ટોલેશન કરી જતા રહેલ હતાં.

બાદ બે ત્રણ દિવસ બાદ પ્રોડક્સન બંધ થઇ જતા તેને મશીન ખરાબ થઇ ગયેલનુ જણાવતા તેઓએ બે ત્રણ વાર માણસો મોકલેલ અને મશીન રીપેર કરેલ પરંતુ મશીન અગાઉ મુજબ બે ત્રણ દિવસ ચાલી બંધ થઇ જતુ હતુ અને તેના માણસો જ્યારે મશીન રીપેર કરવા આવેલ ત્યારે તે જોબસીટ લઇ આવતા તેમાં અમારી સહીઓ લઈ લેતા બાદ મશીન થોડા સમય ચાલી ખરાબ થઇ જતુ હોય જેની જાણ આનંદ સ્વામીને કરી તે પોતે આવી મશીન ચાલુ કરી દે તેવી ઇ - મેઇલ મોકલી માંગણી કરતા તેણે ઇ - મેઇલથી જવાબ મોકલેલ કે મારા ટેકનીશીયનને મશીનનો પ્રોબ્લેમ દુર કરવા મોકલેલ અને તેઓએ તમને 200 પીસ મશીનમાંથી કાઢી આપેલ છે.

પરંતુ તેમને મશીન ચલાવતા આવડતું નથી જેના કારણે મશીન બંધ થઇ જાય છે અને જો હું આવી મશીનની વિઝીટ કરી જાવ તો મારો એક કલાકનો ચાર્જ રૂ।0 હજાર થશે. તેવો ઇ - મેઇલ મોકલેલ પરંતુ અમને આનંદ સ્વામીનો ચાર્જ પોસાય તેમ ન હોય જેથી અમે અમારી રીતે મશીન રીપેર કરવા માટે અમદાવાદ તથા રાજકોટના ટેકનીશીયનનો સંપર્ક કરી આટલુ મોંઘુ મશીન ખરાબ થઇ જતુ હોવાનુ કહી મશીન બતાવતા તેણે કહેલ કે તમારૂ મશીન રૂ।5 લાખથી 20 લાખ સુધીનું છે. તમારી સાથે ઇન્ફીનીટી કંપનીના માલીકે છેતરપીંડી કરેલનુ જણાવ્યું હતું.

બાદમાં મશીનમાં લગાડેલ ઇન્ફીનીટી ટેકનોલોજી કંપનીના લગાડેલ લેબલ હટાવતા નીચેથી અલગ અલગ કંપનીઓના લેબલ મારેલા નીકળતા જેથી ઇન્ફીનીટી ટેકનોલોજી કંપનીએ પોતે મશીન નહી બનાવી અલગ અલગ જગ્યાએથી મશીનના પાર્ટસ ભેગા કરી મશીન બનાવી મોકલી આપેલનુ માલુમ પડ્યું હતું. ઇન્ફીનીટી ટેકનોલોજી કંપનીએ જે મશીન અમને મોકલેલ તે મશીનમાં આખા દિવસમાં 20 પીસ માંડ નીકળે છે. આમ તેઓ વેપાર ધંધો યોગ્ય રીતે કરી શકતા નથી, અને આનંદ સ્વામીએ જે તે સમયે તેમની પાસેથી પાસપોર્ટ સાઇઝના ફોટા લીધેલ અને કોરા કાગળમાં સહીઓ લીધેલ હોય જે અમારા પાસપોર્ટ સાઇઝના ફોટા તથા કોરા કાગળમાં લીધેલ અમારી સહીઓનો દુરઉપયોગ કરી તેઓએ રૂ।3 લાખ પરત કરેલ છે. તેમજ તેમને રૂ।00 ના સ્ટેમ્પ પેપર ઉપર મરાઠી ભાષામાં વચનચીઠ્ઠી બનાવી લઈ છેતરપીંડી આચરી હતી.


► કોરા કાગળમાં સહી કરાવી રૂ।3 લાખ પરત કર્યાનું લખાણ બનાવી લીધું
પુના સ્થીત ઈન્દનીટી ટેકનોલોજીના ભેજાબાજ માલીક આનંદ સ્વામીએ રાજકોટના કારખાનેદાર પાસે મશીનરીને ઓર્ડર આપવા સમયે કોરાકાગળમાં સહી લીધેલ હતી અને ડીપોઝીટ પેટે કોરાચેક લીધેલ હતો. ભેજાબાજે કોરા કાગળમાં લીધેલ સહીનો દુરૂપયોગ કરી તેના રૂ।3 લાખ કારખાનેદારને પરત આપેલ છે. તેવુ લખાણ બનાવી લીધું હતું.

► રૂ।9 લાખનું મશીન ટ્રાવેલ્સમાં મોકલ્યાનું બિલમાં જણાવ્યું પરંતુ આવ્યા ખાલી ડિલેવરીમેન
ભેજાબાજ આનંદ સ્વામીએ બે અલગ-અલગ જીએસટી સાથેના બીલ તથા ઈન્વેબીલ મોકલેલ હતાં. જેનાં તેણે રૂ।7.70 લાખનું મશીન ટ્રકમાં મોકલેલ અને બીજુબીલમાં જણાવેલ અન્ય એક રૂ।9 લાખનું મશીન ટ્રાવેલ્સમાં મોકલ્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ ટ્રાવેલ્સમાં તેના માણસો મસીનના એટેચમેન્ટ લઈને જ આવ્યા હતાં. અને મશીનની ડીલેવરી આવી ન હતી.


Related News

Advertisement
Advertisement