રાજકોટ,તા.23
ચુનારવાડ શેરીનં.3માં આવેલ મકાનમાં ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી વિદેશી દારૂના 105 ચપલા મળી રૂ।800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.દરોડાની વિગત અનુસાર, ક્રાઈમ બ્રાંચના પી.આઈ.વાય.બી.જાડેજાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ કુલદિપસિંહ રાણા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં. ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે ચુનારવાડ શેરીનં.03માં રહેતી કમુબેન રઘુ રાઠોડના મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂના 105 ચપલા રૂ।800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જયારે દરોડા દરમિયાન મહીલા કમુ રાઠોડ નાસી છુટતાં તેની શોધખોળ આદરી હતી.