નવાગામમાં આઈ.ઓ.સીના ગેટ સામે જુગાર રમતાં ત્રણ શખ્સો ઝડપાયા

23 March 2023 05:11 PM
Rajkot Crime
  • નવાગામમાં આઈ.ઓ.સીના ગેટ સામે જુગાર રમતાં ત્રણ શખ્સો ઝડપાયા

પોરબંદરના બે અને એક શાપરના શખ્સને કુવાડવા રોડ પોલીસે પકડી રૂ।300ની રોકડ કબ્જે કરી

રાજકોટ,તા.23
નવાગામમાં આવેલ આઈ.ઓ.સીના ગેટ સામે જુગાર રમતાં ત્રણ શખ્સોને પોલીસે રૂ।300ની રોકડ સાથે દબોચી કાર્યવાહી કરી હતી.દરોડાની વિગત અનુસાર કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઈ.એસ.આર.વળવી ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના કોન્સ્ટેબલ મુકેશ સબાડને મળેલ ચોકકસ બાતમીના આધારે અમદાવાદ હાઈવે પર નવાગામમાં આઈ.ઓ.સી.ના ગેટની સામે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા પ્રભુદાસ વાલદાસ ગોંડલીયા (રહે.શાપર) દિનેશ નારણ બાબરીયા, (રહે.રોઘડા, પોરબંદર) અને કરશન શામજી પંડયા (રહે.છાંયા પોરબંદર)ને દબોચી રૂ।300ની રોકડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


Related News

Advertisement
Advertisement