લાખો લોકોના શ્રધ્ધા અને ભકિતના ધામ સમા આશાપુરા માતાના મઢ (કચ્છ)માં મંગળવારે રાત્રે 8.30 કલાકે ઘટસ્થાપન વિધિ રાજાબાવા યોગેન્દ્રસિંહજી તેમજ ટ્રસ્ટીગણ તથા માઇ ભકતોની ઉપસ્થિતિ વચ્ચે કરાઇ હતી. માતાજીના ગરબા, શ્ર્લોક, સ્તુતિ દ્વારા ધર્મોલ્લાસ સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ઉપરોકત તસ્વીરોમાં ઘટસ્થાપનની વિધિમાં બિરાજમાન રાજાબાવા તથા અન્યો બીજી તસ્વીરમાં પૂજન કરતા રાજાબાવા યોગેન્દ્રસિંહજી જોવા મળે છે.
(અહેવાલ : વિનોદ પોપટ, તસ્વીર : ધીરજ સ્ટોર્સ (માતાના મઢ))