ચુનારાવાડમાં ડેલામાંથી 200 લીટર દેશી દારૂ સાથે સુમીત ઝબ્બે

23 March 2023 05:18 PM
Rajkot Crime
  • ચુનારાવાડમાં ડેલામાંથી 200 લીટર દેશી દારૂ સાથે સુમીત ઝબ્બે

રાજકોટ તા.23 : ચુનારવાડ શેરી નં.1માં આવેલ ડેલામાંથી 200 લિટર દેશીદારુના જથ્થા સામે સુમીત નામના શખ્સને ક્રાઈમ બ્રાંચે દબોચી રૂા.11 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર, શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને ડીસીપી ક્રાઈમે દારુની બદી દુર કરવામાં આવેલ સૂચનાથી ક્રાઈમ બ્રાંચના પીઆઈ વાય.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.ડી.પટેલ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે ચુનારાવાડ શેરી નં.1 આજી નદીના કાંઠે આવેલ ડેલામાં દેશીદારુનું વેચાણ થાય છે તેવી ચોકકસ બાતમી આધારે સ્ટાફે દરોડો પાડી સુમીત રવજી ચૌહાણ (ઉ.વ.30) (રહે. ભવાનીનગર શેરી નં.3, રામનાથપરા પાસે)ને દબોચી દેશીદારુ 200 લીટર રૂા.ચાર હજાર અને મોબાઈલ ફોન મળી રૂા.11 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.


Related News

Advertisement
Advertisement