વડોદરા-મુંબઇ નેશનલ હાઇવે ઉપર છ ટોલ પ્લાઝાનો સમય પુરો છતા પુરા ટેક્ષની વસુલાત !

23 March 2023 05:40 PM
Vadodara Gujarat India
  • વડોદરા-મુંબઇ નેશનલ હાઇવે ઉપર છ ટોલ પ્લાઝાનો સમય પુરો છતા પુરા ટેક્ષની વસુલાત !

મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા વાહન વ્યવહાર મંત્રી ગડકરીને રજૂઆત

નવી દિલ્હી,તા.23 : લગભગ 900 કી.મી. લાંબા વડોદરા-મુંબઇ નેશનલ હાઇ-વે ઉપર છ જેટલા ટોલ પ્લાઝાનો સમય પુરો થઇ ગયો છે. છતા આજ સુધી 100 ટકા ટોલટેક્ષ વસુલવામાં આવી રહયો છે. આ અંગે મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી, નિતીન ગડકરીને રજુઆત પણ કરી છે. આ રજુઆતમાં જણાવાયું છે કે, સરકારનો નિયમ એવું કહે છે કે,સમય પુરો થઇ ગયો હોય તેવા ટોલનાકા ઉપર હાઇવેની મરામત અને જાળવણી માટે 40 ટકા ટોલટેક્ષ વસુલી શકાય છે. આમ છતા વડોદરા-ભરૂચ ખંડ અને ભરૂચ-સુરત ખંડ ઉપર તથા સુરત-દહિસર ખંડ ઉ5ર ત્રણ ટોલનાકા છે. જેનો સમય પણ પુરો થઇ ગયો છે. છતા આ ટોલનાકા ઉપર પુરો ટોલ ટેક્ષ વસુલવામાં આવે છે.


Related News

Advertisement
Advertisement