નવી દિલ્હી, તા.23 : મ્યુચ્યુઅલ ફંડના ખાતામાં નોમીની દાખલ કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. જો તા.31મી માર્ચ સુધીમાં બચતકારો નોમીની દાખલ નહીં કરે તેવા ખાતેદારોનું ખાતુ બંધ થઇ જશે. સેબીએ ગત વર્ષ નિયમ લાગુ કર્યો હતો તેનો હવે કડક અમલ થનાર છે. સેબીના 1પ જુન ર0રરનાં પરિપત્ર મુજબ મ્યુચ્યુઅલ ફંડના નામાંકન માટે વિકલ્પ આપેલ તા. 31 માર્ચ નોમીની નહીં કરાવનારનું રોકાણ સ્થગિત થશે. કોઇપણ પ્રકારની ખાતામાં લેણ દેણ થઇ શકશે નહીં. મ્યુચ્યુઅલ ફંડમાં નોમીની ઓનલાઇન અથવા ઓફલાઇન બંને પ્રકારે જોડી શકાશે. રોકાણકારો પોતાની મ્યુચ્યુઅલ ફંડ કંપનીની વેબસાઇટ પર લોગઇન નોમીનીનું નામ જોડી શકશે. ઓફલાઇનમાં પ્રક્રિયા લાંબી ચાલી શકે છે.