મુંબઈ તા.23 : ભારતીય શેરબજારમાં આજે એક તબકકે 58396ની હાઈટ બનાવ્યા બાદ બેંક તથા અન્ય સ્ટોકના દબાણ હેઠળ લગભગ 500 પોઈન્ટ ગગડયો હતો અને બાદમાં રીકવરી સાથે 57944 પર ટ્રેડ થઈ રહ્યો છે તો બીજી તરફ નીફટીમાં પણ 78 પોઈન્ટના ઘટાડા સાથે 17073ની સપાટીએ પહોંચ્યો હતો બીજી તરફ આજે ફરી એક વખત અદાણી ગ્રુપની કંપનીના ચાર શેરમાં અપર સર્કીટ લાગી હતી.
ખાસ કરીને ઈન્વેસ્ટમેન્ટ ફર્મ જીકયુજી દ્વારા અદાણી ગ્રુપની આ કંપનીઓમાં 15 હજાર કરોડથી વધુના રોકાણની જાહેરાત કરતા અદાણી ગ્રીન એનજી, અદાણી પોર્ટ, અદાણી ટ્રાન્સમીશન અને અદાણી એન્ટરપ્રાઈઝીસમાં ઉછાળો આવ્યો હતો. જો કે બાદમાં બીએસઈ એનએસઈ પર અદાણી એન્ટરપ્રાઈઝમાં દબાણ જોવા મળ્યું હતું. બંને સ્ટોક એકસચેંજે બીજી વખત અદાણી પાવરને ટુંકાગાળાની વોચ હેઠળ મુકયું હતું. અમેરિકી ફેડ દ્વારા જે વ્યાજદરમાં વધારો કરાયો તેના કારણે ભારતીય માર્કેટમાં પણ આ સ્થિતિ જોવા મળી હતી.