રાજકોટ,તા.23 : રાજકોટ શહેર આનંદ બંગલા ચોક પાસેથી ગઈ તા.19ના રોજ નંદિશભાઇ નટવરલાલ કવૈયા પોતાની કાર લઇને જતા હતા ત્યારે ચાર થી પાંચ શખ્સો જાહેર માં એક્સેસ રોડની વચ્ચે ઉભું રાખી મારામારી કરતા હોય ત્યારે નંદીશભાઈએ કાર નુ વોર્ન મારતા આ શખ્સોએ કારમાં ધોકો મારી કાચ ફોડી નાખ્યા હતા.તેમજ જાહેરમાં બખેડો કરી નાસી ગયા હોય એ મામલે માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ ગુન્હામાં પીઆઇ આઈ.એન.સાવલીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના પીએસઆઈ એમ.એસ.મહેશ્વરી સહિતના સ્ટાફે નાશતા ફરતા ગૌરાંગ ઉર્ફે નયન જયેશભાઈ શીયાળ (રહે.સાગર ચોક આર.એમ.સી. કવાટર બ્લોક નં.18 કવાર્ટર નં. 1489)ને પકડી લીધો હતો.આ અગાઉ ધવલ ભાવેશભાઈ અસૈયા, ભાવીન બહાદુરસિંહ દેવડા અને આકાશ દિપકભાઈ ઝરીયાની ધરપકડ કરી હતી.