ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે શ્રેણી પૂર્ણ થતાં જ હવે ક્રિકેટ રસિકો આઈપીએલની રાહ જોઈને બેઠા છે. 31 માર્ચથી ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે તે પહેલાં ખેલાડીઓ અલગ-અલગ હેરસ્ટાઈલ બનાવવા લાગ્યા છે. આવામાં હવે નવી સીઝન શરૂ થાય તે પહેલાં વિરાટ કોહલીએ પણ પોતાના લૂકમાં ફેરફાર કર્યો છે.
કોહલીએ નવી હેરકટ કરાવી છે જેની તસવીર તેણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે. વિરાટનો આ ફ્રેશ લૂક જોઈને ચાહકો રીતસરના દિવાના બની ગયા છે. આ ઉપરાંત કોહલીએ હેર સ્ટાઈલિસ્ટ આલિમ હકીમને પોતાની સ્ટોરીમાં જાદૂગર પણ કહ્યો છે.
તેણે હાકિમને લઈને લખ્યું કે, આભાર જાદૂગર...આવામાં હવે તેની નવી હેર સ્ટાઈલ જોરદાર વાયરલ થઈ રહી છે. કોહલી આ નવી હેર સ્ટાઈલ ધારણ કર્યા બાદ પત્ની અનુષ્કા શર્મા સાથે ઈન્ડિયન સ્પોર્ટસ એવોર્ડસમાં જોવા મળ્યો હતો.