બાંગ્લાદેશે માત્ર 13 ઓવરમાં આયર્લેન્ડને રગદોળ્યુંં: વન-ડેના બે મોટા રેકોર્ડ તૂટ્યા

24 March 2023 10:30 AM
India Sports World
  • બાંગ્લાદેશે માત્ર 13 ઓવરમાં આયર્લેન્ડને રગદોળ્યુંં: વન-ડેના બે મોટા રેકોર્ડ તૂટ્યા

પહેલીવાર ટીમ 10 વિકેટે જીતી તો દસેય વિકેટ ફાસ્ટ બોલરોએ ખેડવી: જીત સાથે જ વન-ડે શ્રેણી કબજે કરતું બાંગ્લાદેશ

નવીદિલ્હી, તા.24
ફાસ્ટ બોલર હસન મહમૂદની આગઝરતી બોલિંગ બાદ બેટિંગમાં દમદાર રમતથી બાંગ્લાદેશે આયર્લેન્ડને 10 વિકેટે કચડી નાખ્યું છે. આ રીતે બાંગ્લાદેશે ત્રણ વન-ડે મેચની શ્રેણીને 2-0થી પોતાના નામે કરી લીધી છે. વન-ડે ક્રિકેટમાં બાંગ્લાદેશની વિકેટની દૃષ્ટિએ આ સૌથી મોટી જીત પણ છે.

બાંગ્લાદેશે શ્રેણીની પહેલી મેચ 183 રનના મોટા અંતરથી જીતી હતી જે પણ તેની સૌથી મોટી જીત હતી. બન્ને ટીમો વચ્ચે બીજી મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. જ્યારે ત્રીજી મેચમાં તેણે રેકોર્ડ બનાવતા પહેલીવાર હરિફ ટીમને 10 વિકેટે પરાજિત કરી છે.

ત્રીજી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ આખી ટીમ 28.1 ઓવરમાં માત્ર 101 રને સંકેલાઈ ગઈ હતી. બાંગ્લાદેશના ફાસ્ટ બોલરોએ પોતાના ઈતિહાસમાં પહેલીવાર તમામ 10 વિકેટ ખેડવી છે. હસન મહમૂદે બોલિંગમાં 32 રન આપીને પાંચ વિકેટ ખેડવી હતી. આ ઉપરાંત તસ્કીન અહમદે 26 રન આપીને ત્રણ તો ઈબાદત હુસેને 29 રન આપીને બે વિકેટ મેળવી હતી.

બાંગ્લાદેશે આ લક્ષ્યાંક માત્ર 13.1 ઓવરમાં વિનાવિકેટે હાંસલ કરી લીધો હતો. બાંગ્લાદેશ માટે લિટન દાસે 38 બોલમાં અણનમ 50 તો કેપ્ટન તમીમ ઈકબાલે 41 બોલમાં 50 રન બનાવ્યા હતા. આયર્લેન્ડના માત્ર બે જ બેટર બે આંકના સ્કોર સુધી પહોંચી શક્યા હતા જેમાં કર્ટિસ કેમ્ફરે 36 તો લોરકાન ટકરે 28 રનનું યોગદાન આપ્યું હતું.


Related News

Advertisement
Advertisement