બાબર આઝમ-મોહમ્મદ રિઝવાનનો ફજેતો: ‘ધ હન્ડ્રેડ’માં કોઈ લેવાલ જ ન મળ્યું !

24 March 2023 10:35 AM
India Sports World
  • બાબર આઝમ-મોહમ્મદ રિઝવાનનો ફજેતો: ‘ધ હન્ડ્રેડ’માં કોઈ લેવાલ જ ન મળ્યું !

નવીદિલ્હી, તા.24
ઈંગ્લેન્ડમાં રમાનારી ધ હન્ડ્રેડની ત્રીજી સીઝનના ડ્રાફ્ટનું એલાન થઈ ચૂક્યું છે. પાકિસ્તાન સુપર લીગમાં ધમાલ મચાવનારા બે ધુરંધર બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને આ લીગમાં કોઈ લેવાલ મળ્યું નથી જ્યારે ફાસ્ટ બોલર શાહિન શાહ આફ્રિદી અને હારિસ રઉફ પોતપોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે.

આ બન્ને ઉપરાંત ટી-20 ક્રિકેટમાં ધૂમ મચાવનારા આંદ્રે રસૈલ, ટ્રેન્ટ બોલ્ટ, કિરોન પોલાર્ડ સહિતના ખેલાડીઓ પણ વેચાયા નહોતા. ઉલ્લેખનીય છે કે ધ હન્ડ્રેડ માટે તમામ આઠ ટીમોએ ખેલાડીઓની ખરીદી કરી લીધી છે.

ટૂર્નામેન્ટની ત્રીજી સીઝનનો પ્રારંભ આ વર્ષે એશેઝ શ્રેણી બાદ 1 ઑગસ્ટથી થઈ શકે છે. તમામ ટીમો પાસે અત્યારે 14-14 ખેલાડી છે જ્યારે વાઈલ્ડ કાર્ડ દ્વારા વધુ બે ઘરેલું ખેલાડીઓને જોડી શકાશે.


Related News

Advertisement
Advertisement