(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.24 : મોરબીમાં હોટલના પાર્કિંગમાંથી ગાડીની ચોરી કરવામાં આવી હતી હાલમાં પોકેટકોપ એપની મદદથી કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે અને ચોરી કે છળકપટથી મેળવેલ બે કાર સહીત કુલ 80,5000 ના મુદામાલ સાથે રાજકોટના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી બે કાર કબ્જે કરી છે.
જિલ્લાના એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ દ્વારા મેળવેલ હ્યુડાઇ કંપનીની ઓરા કાર નંબર પ્લેટ વગરની લઈને ધવલગીરી વિજયગીરી ગોસાઇ અતીત રહે. રાજકોટને ખાનપર રોડ ઉપરથી પકડવામાં આવ્યો હતો તેની પોકેટકોપ એપ્લીકેશન મારફતે ખરાઇ કરતા આ કાર મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બાયપાસ રોડ ઉપર આવેલ શેરે પંજાબ હોટલના પાર્કિંગમાંથી કારને ચોરી ગયા હોવાનું સામે આવ્યું હતું
અને વિશેષ પુછપરછ કરતા તેને તથા તેના સાથી આનંદ શાંતિલાલ ઠકકર રહે. રાજકોટ વાળાએ આ કારની ચોરી કરી હોવાનું તેને જણાવ્યુ છે તેમજ રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી એક હ્યુડાઇ કંપનીની ઓરા કાર ભાડેથી લઇ જવાનું કહીને આજથી આશરે ત્રણ માસ પહેલા ગાડી લઇ ગયેલ જે ગાડી ધૂળકોટ મુકામે વેચવા કે ગીરવે મુકવાના ઇરાદે સંતાડી રાખેલ હોય જે ગાડી પણ રીકવર કરી આગળની કાર્યવાહી અર્થે આરોપીને મુદામાલ સાથે મોરબીની બી ડિવિઝન હવાલે કરવામાં આવેલ છે. હાલમાં પોલીસે ધવલગીરી વિજયગીરી ગોસાઇ (21) રહે.
પરાપીપળીયા એકતા સોસાયટી, જામનગર રોડ, રાજકોટની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી બે કાર કિંમત 8 લાખ અને 5000 નો એક મોબાઈલ મળીને 8.05 લાખનો મુદામાલ કબજે કરેલ છે તો આનંદ ઠક્કર રહે. બેડી ચોકડી, રેડરોઝ હોટલ પાછળ અમૃતપાર્ક, શેરી નં.-1, રાજકોટનું નામ સામે આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
અત્રે પકડાયેલ તથા નહીં પકડાયેલ આરોપીઓ ડ્રાઇવીંગના ધંધો સાથે સંકડાયેલ છે અને આરોપીઓ ફોર વ્હીલ ગાડી ભાડે કરી રસ્તામાં ડ્રાઇવર ગાડી રેઢી મુકી ચા-પાણી, નાસ્તો કરવા કે જમવા જાય તો આરોપીઓ ગાડી ચોરી કરી નાશી ભાગી જવાની ટેવવાળા છે તેવું પોલીસે જણાવ્યુ છે.