મુંબઈ તા.24
બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા હાલ ચર્ચામાં છે. સોશ્યલ મીડીયામાં પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા તેમજ પંજાબથી રાજયસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથેની તસ્વીરો અને વિડીયો વાયરલ થયો છે.
જેમાં બન્ને રિલેશન શિપમાં હોય તેવુ લોકો અનુમાન લગાવી રહ્યા છે. બે દિવસ પુર્વે પરિણીતી અને રાઘવ ચઢ્ઢા ડિનર ડેટ માટે એક રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થયા હતા જે બાદ બન્ને બીજા દિવસે પણ લંચ પર ગયા હતા.
મીડીયા રિપોર્ટ અનુસાર પરિણીતી ચોપરાને મુંબઈની એક ફેમસ રેસ્ટોરન્ટની બહાર સ્પોટ કરવામાં આવી હતી. જેમાં પરિણીતી બ્લેક આઉટફીટમાં ખુબ સ્ટાઈલીસ્ટ લાગતી હતી. બન્ને રેસ્ટોરન્ટ બહાર સ્પોટ થતા બન્નેના રિલેશનશીપની વાતો ફેલાય રહી છે. પરંતુ આ અંગે પરિણીતી અને રાઘવ ચઢ્ઢાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.