દેશનો સૌથી મોટો ડેટા લીક: 1.2 કરોડ વોટ્સએપ, 17 લાખ ફેસબુક યુઝર્સ શિકાર બન્યા

24 March 2023 11:57 AM
Education India Technology Top News
  • દેશનો સૌથી મોટો ડેટા લીક: 1.2 કરોડ વોટ્સએપ, 17 લાખ ફેસબુક યુઝર્સ શિકાર બન્યા

આરોપીઓએ 50,000 લોકોનો ડેટા માત્ર 2,000 રૂપિયામાં વેચ્યા : અફરાતફરી

દિલ્હી, તા.24 : દેશનો સૌથી મોટો ડેટા લીક નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માનવામાં આવે છે 1.2 કરોડ વોટ્સએપ, 17 લાખ ફેસબુક યુઝર્સ શિકાર બન્યા છે.આ કેસમાં દિલ્હીમાંથી સાત ડેટા બ્રોકરોની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ નોઈડામાં કોલ સેન્ટર દ્વારા ડેટા એકત્ર કરી રહ્યા હતા. આરોપીઓએ એ પણ કબૂલાત કરી છે કે આ ચોરીનો ડેટા 100 સાયબર ઠગને પણ વેચવામાં આવ્યો છે. અત્યાર સુધીના સૌથી મોટા સોશિયલ મીડિયા ડેટા લીકનો પર્દાફાશ થયો છે. આ કેસમાં સાત લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

સાયબર પોલીસના જણાવ્યા અનુસાર આ ડેટા લીકમાં સરકારી અને બિનસરકારીના લગભગ 16.8 કરોડ ખાતાનો ડેટા ચોરવામાં આવ્યો છે. તેમાં 2.55 લાખ સૈન્ય અધિકારીઓનો ડેટા પણ સામેલ છે. આ ડેટા લીકને દેશનું સૌથી મોટું ડેટા લીક કહેવામાં આવી રહ્યું છે. આ આખી ગેંગની તેલંગાણાની સાયબરાબાદ પોલીસે ધરપકડ કરી છે. આ લોકો 140 અલગ-અલગ કેટેગરીમાં ડેટા વેચતા હતા. આમાં સેનાના જવાનોના ડેટા ઉપરાંત દેશના તમામ લોકોના ફોન નંબર, NEETના વિદ્યાર્થીઓની અંગત માહિતી વગેરે સામેલ છે.

આ માહિતી સાયબરાબાદ પોલીસ કમિશનર એમ સ્ટીફન રવિન્દ્રએ આપી છે. આ કેસમાં દિલ્હીમાંથી સાત ડેટા બ્રોકરોની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ નોઈડામાં કોલ સેન્ટર દ્વારા ડેટા એકત્ર કરી રહ્યા હતા. આરોપીઓએ એ પણ કબૂલાત કરી છે કે આ ચોરીનો ડેટા 100 સાયબર ઠગને પણ વેચવામાં આવ્યો છે. આ ડેટા લીકમાં 1.2 કરોડ વોટસએપ યુઝર્સ અને 17 લાખ ફેસબુક યુઝર્સનો ડેટા સામેલ છે. સેનાના જવાનોના ડેટામાં તેમનો વર્તમાન રેન્ક, ઈ-મેલ આઈડી, પોસ્ટિંગનું સ્થળ વગેરેનો સમાવેશ થાય છે.

આ ડેટાનો ઉપયોગ સેનાની જાસૂસી માટે થઈ શકે છે. પોલીસ રિપોર્ટ અનુસાર, આરોપીઓએ 50,000 લોકોનો ડેટા માત્ર 2,000 રૂપિયામાં વેચ્યો છે. ડીસીપી (સાયબર ક્રાઈમ વિંગ) રિતિરાજે આ બાબતે જણાવ્યું હતું કે સાયબર પોલીસની સાયબર ક્રાઈમ વિંગમાં ગોપનીય અને સંવેદનશીલ ડેટાના વેચાણ અને ખરીદી અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી, તેમ છતાં પોલીસ તપાસ કરી રહી છે કે સાયબર ગુનેગારો કેવી રીતે હતા. ડેટા એક્સેસ કરી રહ્યા હતા.

પોલીસ છેલ્લા બે મહિનાથી આ કેસ પર કામ કરી રહી હતી. અગાઉ નવેમ્બર 2022માં ભારત, અમેરિકા, સાઉદી અરેબિયા અને ઇજિપ્ત સહિત 84 દેશોના વોટસએપ યુઝર્સનો ડેટા લીક થયો હતો અને આ ડેટા ઓનલાઈન વેચવામાં આવ્યો હતો. દુનિયાભરના લગભગ 487 મિલિયન વોટસએપ યુઝર્સનો ડેટા હેક કરવામાં આવ્યો હતો. બેંક કરેલા ડેટામાં 84 દેશોના વોટસએપ યુઝર્સના મોબાઈલ નંબર પણ સામેલ છે, જેમાંથી 61.62 લાખ ફોન નંબર ભારતીયોના છે.


Related News

Advertisement
Advertisement