બોટાદમાં કુટણખાનું ઝડપાયું: ત્રણ મહિલાને મુકત કરાવતી પોલીસ: આઠ આરોપીઓ ઝડપાયા

24 March 2023 12:17 PM
Botad Crime
  • બોટાદમાં કુટણખાનું ઝડપાયું: ત્રણ મહિલાને મુકત કરાવતી પોલીસ: આઠ આરોપીઓ ઝડપાયા

બોટાદ,તા.24 : ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, દ્વારા અનૈતીક દેહવ્યાપારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા ઈ/ચા પોલીસ અધિક્ષક એ.એ.સૈયદ સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક,

બોટાદ વિભાગ મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ કડક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ ઈન્સ્પેકટ ટી.એસ.રીઝવી સાહેબને ચોકકસ બાતમી હકીકત મળેલ કે બોટાદ પકાશેઠની વાડીમાં રહેતો મુન્નાભાઈ બાવચંદભાઈ જોગરાણા (જાતે-ભરવાડ) પોતાના રહેણાકમાં ઉપરના માળે ધાબામાં આવેલ ત્રણ ઓરડીઓમાં મનસુખભાઈ ભોપાભાઈ કુકડીયા (રહે.બોટાદ) તથા અનિલભાઈ રૂપાભાઈ પરમાર (રહે.બોટાદ)ની સાથે ભાગીદારીમાં અનૈતિક દેહ વ્યાપારનો ધંધો કરાવે છે.

જે હકીકત આધારે નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ તથા એલ.સી.બી.ના પોલીસ ઈન્સ્પેકટ ટી.એસ.રીઝવી તથા એ.એસ.આઈ.ભગવાનભાઈ શામળાભાઈ ખાંભલા તથા હેડ કોન્સ અશોક રામજીભાઈ બાવળીયા તથા પો.કોન્સ વનરાજભાઈ ડાયાભાઈ ડવ તથા નાસતા ફરતા સ્કોડના હેડ કોન્સ રામદેવસિંહ દેવુભા મોરી

તથા ટેકનીકલ સેલના પો.કોન્સ પરાક્રમસિંહ અનોપસિંહ ઝાલા તથા ના.પો.અધિ. બોટાદ વિભાગની કચેરીના વુ.પો.સ.ઈ.એ.એમ.રાવલ તથા અ.હે.કો સહદેવસિંહ ફતેસિંહ ડોડીયાએ બાતમી વાળી જગ્યાએ રેડ કરતા ત્રણ ભોગ બનનાર સાથે કુલ આઠ આરોપીઓને રોકડ 193980 તથા મોબાઈલ નંગ-11 કિ.રૂ।.98,000 તથા મો.સા.નંગ-5 કિ.રૂ।.1,00,000 તથા વેશ્યાવૃતિ માટે વપરાતી નીરોધી જેવી વસ્તુઓ કિ.રૂ।0/00 એમ કુલ 391980ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ આરોપીઓ વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.


Related News

Advertisement
Advertisement