ભાવનગર, તા.24 : ભાવનગર શહેરમાં પરણીત યુવાનને હનીટ્રેપમાં ફસાવી એક મહિલાએ લાખો રૂપિયા ઓળવી લીધા હતા અને વધુ પૈસાની માંગણી કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ શહેર માં એક એન્ટરપ્રાઈઝના નામે કંપની ચલાવતી મહીલાએ તેની કંપનીમાં સુપરવાઇઝર તરીકે એક મહીલાને નોકરીએ રાખી હતી. બાદમાં મહિલા કોન્ટ્રાક્ટરના પતિ સાથે સુપરવાઇઝર મહિલા સંપર્કમાં આવતા બંન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો
અને અનેક વખત અનૈતિક સબંધો પણ રાખ્યા હતા. આ મહિલાએ પોતાની જરૂરીયાત સ્વરૂપે મહિલા કોન્ટ્રાક્ટરના પતિ પાસેથી મકાન, સોના ચાંદીના ઘરેણા સ્વરૂપે એકાદ કરોડથી વધુ રૂપીયા ઓળવી લીધા હતા. અને હજુ વધુ રૂપીયાની માંગણી કરતા મહિલા કોન્ટ્રાક્ટરના પતિએના પાડતા સુપરવાઇઝર મહિલાએ બ્લેક મેઇલીંગ કરી ધમકી આપતી હતી. જેમાં મહિલા કોન્ટ્રાક્ટરના પતિએ સુપ2વાઝર મહિલા વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મહિલાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.