નહેરૂ યુવા કેન્દ્ર જૂનાગઢ દ્વારા શ્રમદાન કાર્યક્રમ યોજાયો

24 March 2023 12:36 PM
Junagadh
  • નહેરૂ યુવા કેન્દ્ર જૂનાગઢ દ્વારા શ્રમદાન કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ,તા.24
નહેરુ યુવા કેન્દ્ર જુનાગઢ અને જી.એચ.સી.એલ. ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત વોકેશનલ સ્કીલ ટ્રેનિંગ સેન્ટર તાલાલા(ગીર)ના સંયુક્ત ઉપક્રમે શ્રમદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 155 વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. આ કાર્યક્રમની અંદર વર્કશોપ, રેલી અને શ્રમદાન કરાવવામાં આવ્યું હતું. શ્રમદાનનું મહત્વ શું છે એ વિશે ટ્રેનર ઈરફાન ભાઈ તથા વિદ્યાર્થીની કરિશ્મા બેને વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમની ઉપસ્થિતિ દરમિયાન વોકેશનલ સ્કીલ ટ્રેનિંગ સેન્ટર તાલાલા (ગીર)ના પ્રિન્સિપાલ કમલ ઠાકર સાહેબ હાજર રહ્યા હતા.તેમજ કાર્યક્રમનું સંચાલન ટ્રેનર દેવેન્દ્ર ચાવડા તથા ટ્રેનર ઈરફાન એ કર્યું હતું.


Advertisement
Advertisement