બોટાદ,તા.24 : વિશ્વ હિન્દુ પરિષદ અખિલ ભારતીય વિશેષ સંપર્કની યોજના અનુસાર વિશેષ સંપર્ક સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા ગાંધીનગર મધ્ય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના બંગલે મંત્રીઓ તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના ધારાસભ્યને કેન્દ્રના ત્રણ મુદ્દાઓ તેમજ ગુજરાતના ત્રણ મુદ્દાઓને લઈને મંત્રીઓ સાથે ચર્ચા વિમસ થયેલો હતો.યોજના અનુસાર ધારાસભ્યઓને સાથે બેઠક થઈ. બેઠકની અંદર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંત માં આવતા મંત્રી કૃષિ અને પશુપાલન રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા કુંવરજીભાઈ બાવળીયા, નાયબ દંડક વિધાનસભા જગદીશભાઈ મકવાણા, પ્રવાસન, સંસ્કૃતિ પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધિકારીઓ દ્વારા સૌ મંત્રીઓને મળી વિષયો મુકાયા હતા તેમજ શુભેચ્છા મુલાકાત થઇ હતી એવી પ્રાંતના સહ પ્રચાર પ્રસાર પ્રમુખ હિરેન ભાઈ રૂપારેલિયાની યાદીમાં જણાવેલ છે.