કાલાવડ તાલુકાના આણંદપર ગામે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ

24 March 2023 12:53 PM
Jamnagar
  • કાલાવડ તાલુકાના આણંદપર ગામે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ

કાલાવડ તા.24 : કાલાવડ તાલુકાના આણંદપર મુકામે પ્રાકૃતિક ખેતી અને આંતર રાષ્ટ્રીય મિલેટસ યર -2023 વિષે ખેતીવાડી શાખા અને આત્મા વિભાગ દ્વારા સમજ આપવામાં આવી. કાલાવડ તાલુકાના આણંદપર ગામે ખેડૂત તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

આત્મા વિભાગ માંથી ઉપસ્થિત બીટીએમ કૃપાલભાઈ ગોંડલીયા દ્વારા પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગી જીવામૃત, બીજઅમૃત, દશપર્ણી અર્ક, ઘન જીવામૃત બનાવવાની રીત વિષે સમજ આપેલ હતી. ત્યારબાદ તાલુકા વિસ્તરણ અધિકારી - ખેતી સાગરભાઈ કેરાળિયા દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન થયેલ પાકોના માર્કેટિંગ અને વેલ્યુ એડિશન અને આન્તરરાષ્ટ્રીય મીલેટ્સ યર - 2023 વિષે ખેડૂત ને સમજ આપવામાં હતી

અને ઉપસ્થિત તમામ ખેડૂતને પ્રાકૃતિક ખેતી દ્વારા મહત્તમ મીલેટ્સનું વાવેતર કરવા આહવાન કરવામાં આવ્યું હતું. અંત માં કાલાવડ તાલુકાના પ્રગતિશીલ ખેડૂત વિશાલભાઈ જેસડિયા દ્વારા પ્રાકૃતિક ખેતી વિષે વિશેષ સમજ આપી અને એફપીઓ વિષે સમજ આપી અને એફપીઓ થકી થતા ફાયદા વિષે સમજ આપી હતી. (તસ્વીર: રાજુ રામોલિયા કાલાવડ)


Advertisement
Advertisement