વાંકાનેરની કેરાળા પ્રાથમિક શાળાના આચાર્યની પુન: પંચાસીયા ગામે બદલી થતા શાળાના બાળકોએ ભીની આંખે વિદાય આપી

24 March 2023 01:14 PM
Morbi
  • વાંકાનેરની કેરાળા પ્રાથમિક શાળાના આચાર્યની પુન: પંચાસીયા ગામે બદલી થતા શાળાના બાળકોએ ભીની આંખે વિદાય આપી

વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામે પાંચ વર્ષ આચાર્ય તરીકે ફરજ બજાવ્યા બાદમાં શ્રી કેરાળા પ્રાથમિક શાળા ખાતે ત્રણ વર્ષ પહેલાં ફરજ ઉપર નિમણૂંક પામેલ એચ-ટાટ પ્રિન્સિપાલ ચેતનકુમાર જી.બોસિયાની પંચાશિયા ગામે શ્રી પંચાશિયા પ્રાથમિક શાળામાં પુન: આચાર્ય તરીકે બદલી થતા કેરાળા પ્રાથમિક શાળા પરીવાર અને શાળાના વિદ્યાર્થીઓએ લાગણી સભર વિદાય આપી હતી.તેઓના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોએ રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી (એનએમએમએસ), રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પીએસઇ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેરિટમાં સ્થાન પામ્યા છે. જવાહર નવોદય પરીક્ષામાં પાસ થઈને અનેક વિદ્યાર્થીઓએ શાળા અને કેરાળા ગામનું નામ રોશન કર્યું છે. કેરાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના આંખોના ખૂંણા ભીના થયા હતા અને આચાર્ય ચેતનકુમાર બોસીયાને ભારે હૃદયે સૌએ વિદાય આપી હતી. (તસ્વીર/ અહેવાલ : જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement