રાજકોટ,તા.24 : જસદણના જંગવડ ગામમાં તું અમારા વિરૂદ્ધ ગામમાં વાતો કેમ કરે છે કહી ભરવાડ યુવક પર પિતા-પુત્રએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની આટકોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ફરિયાદી ભુપતભાઇ હિન્દાભાઈ બોહરીયા (ઉ.વ.38) (રહે. જંગવડ, રામજી મંદિર સામે મઈન બજાર, જસદણ) એ જણાવ્યું હતું કે તે ગઇ તા.05 ના સાંજના છ વાગ્યે તેના ઘર પાસે બજારમા ઉભો હતો ત્યારે ગામના લખમણભાઇ રાઘવભાઇ નારીગરા તથા તેનો પુત્ર કમલેશ ત્યા આવેલ અને કહેવા લાગેલ કે,
તુ અમારા વિરુદ્ધ કેમ ગામમા વાતો કરે છે કહી લખમણ ગાળો બોલી ફડાકો ઝીંકી દિધો હતો. તેમજ બંને પિતા પુત્ર તેમને ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતાં. ત્યારે પડોશમાં રહેતાં લોકો આવી જતાં તેને વધુ મારથી બચાવેલ અને બંને પિતા-પુત્ર જતા જતા કહેલ કે, આ લોકોએ તને બચાવી લીધો છે પણ હવે ભેગો થઇશ તો તને જાનથી મારી નાખવો છે. બનાવ અંગેની ફરિયાદ પરથી આટકોટ પોલીસ મથકના સ્ટાફે મારમારી કરનાર પિતા-પુત્ર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.