વાંકાનેરના ભલગામેં 23 મી એપ્રિલે માતા-પિતા વિહોણી જરૂરિયાતમંદ 11 દીકરીઓના સમુહલગ્ન

24 March 2023 01:16 PM
Morbi
  • વાંકાનેરના ભલગામેં 23 મી એપ્રિલે માતા-પિતા વિહોણી જરૂરિયાતમંદ 11 દીકરીઓના સમુહલગ્ન

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.24 : વાંકાનેરના ભલગામ ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા 23 મી એપ્રિલે સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ યોજાશે.આ સમુહ લગ્નમાં જે દીકરીઓના માતા કે પિતા અથવા બંને હયાત નથી અથવા જેમનો પરિવાર આર્થિક રીતે સક્ષમ નથી અને જે દીકરીઓ દિવ્યાંગ હોય તેવી જરૂરિયાતમંદ 11 દીકરીઓનો સમાવેશ કરવામાં આવશે.

ભલગામ મુકામે માનવ બુધ્ધ વિહાર ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બૌધ્ધ વિધિથી સર્વ સમાજ સમુહ લગ્ન મહોત્સવ યોજાશે. સમુહલગ્નમાં નોંધણી કરાવવા માટે વહેલાં તે પહેલાંના ધોરણે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે.વધુમાં આ પ્રસંગે ડો. લક્ષ્મણભાઈ ચાવડાના સૌજન્યથી વિનામુલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે.જેમાં વિવિધ તબીબી શાખાના નિષ્ણાંત તબીબો દ્વારા વિનામુલ્યે નિદાન, સારવાર તેમજ દવા આપવામાં આવશે.

આ ઉપરાંત નેત્રનિદાન કેમ્પ પણ યોજાશે અને વિનામુલ્યે ચશ્મા આપવામાં આવશે.મોતીયા હશે તો રાજકોટની હોસ્પિટલમાં ફ્રી ઓપરેશન કરાવી આપવામાં આવશે.સંસ્થા દ્વારા આર્થિક યોગદાન આપવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે અજીતકુમાર બૌદ્ધ (મો.95863 23332) અથવા સી.એન. અંબાલીયા (મો.98251 65608) નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે.


Advertisement
Advertisement