ભાણવડ ખાતે તાલુકા શાળા નંબર ત્રણ (ક્ધયા શાળા)માં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી સોરઠીયા પ્રજાપતી સમાજની બાળ વિદ્યાર્થીની કું. કાવ્યાબેન જયેભાઈ પાણખાણીએ તાજેતરમાં જામખંભાળીયા ખાતે યોજાયેલી જીલ્લા કક્ષાની બાળ પ્રતીભા યોજાયેલી જીલ્લા કક્ષાની બાળ પ્રતીભા શોધ ઈવેન્ટમાં સર્જનાત્મક સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં જીલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા બનતા સોરઠીયા પ્રજાપતી સમાજનું નામ રોશન થયું છે. કુ. કાવ્યાએ મેળવેલી સિધ્ધિને બીરદાવવા માટે જીલ્લા શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાણીયાનાં હસ્તે શીલ્ડ અપાયું હતું.