(વિપુલ હિરાણી) ભાવનગર, તા.24 : ભાવનગર જિલ્લા કલેકટર ડી. કે. પારેખ ની અધ્યક્ષતામાં આજરોજ આયોજન હોલ ખાતે ડિસ્ટ્રિક્ટ ક્રાઈસીસ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ આપત્તિ વ્યવસ્થાપન અંગે દરેક વિભાગના વડાઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.જે. પટેલ, ડી.વાય.એસ.પી. આર. વી. ડામોર, એન. ડી. આર. એફ. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પ્રવિણકુમાર, એન. ડી. આર. એફ. ઇન્સ્પેકટર દિપક બાબુ, એન. ડી. આર. એફ. ઇન્સ્પેકટર અજય કુમાર, ગુજરાત મેરીટાઇમ બોર્ડના પોર્ટ ઓફિસર શ્રી કેપ્ટન રાકેશ મિશ્રા, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.