જુનાગઢ, તા.24 : જુનાગઢના સરગવાડા ગામે રાત્રીના મંદિર પાસે પસાર થતા યુવાનને પાંચ શખ્સોએ લાકડી વડે માર મારી હાથ પગમાં ફ્રેકચર ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી છે. જુનાગઢ સુખનાથ ચોકમાં રહેતા ફરીયાદી રહીમભાઇ હુસેનભાઇ સીડા (ઉ.વ.ર3) ગતા તા. 10-3ની રાત્રીના 2.30 કલાકે સરગવાડા ગામે બહેનના ઘરે જતા હતા
ત્યારે આરોપીઓ રમેશ (ઉ.વ.ર8) રહે. સરગવાડા, ચિરાગ (ઉ.વ.30) અન્ય ત્રણ અજાણ્યા શખ્સો આવડ માતાજીના મંદિરમાં ચોરી કરવા આવેલ હોય ત્યારે રહીમભાઇ ત્યાંથી નીકળતા તેમને લાકડીઓ વડે આડેધડ માર મારી હાથના કાંઠામાં આંગળીઓમાં આડેધડ માર મારી ડાબા પગના નળામાં લાકડીઓ મારી હાથની કોણી ભાંગી નાખી ફ્રેકચર કરી નાખ્યુ હતું અને જો ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ તાલુકા પોલીસમાં ગઇકાલે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.