ભેંસાણનાં ખંભાળીયા ગામે દારૂનાં ગુનામાં પકડાવી દીધાની શંકા રાખી યુવાનને ફટકાર્યો

24 March 2023 01:33 PM
Junagadh
  • ભેંસાણનાં ખંભાળીયા ગામે દારૂનાં ગુનામાં પકડાવી દીધાની શંકા રાખી યુવાનને ફટકાર્યો

જુનાગઢ તા.24 : ભેંસાણના ખંભાળીયા ગામે રહેતા ફરીયાદી જીવાભાઈ મંગાભાઈ સોલંકી (ઉ.52) એ ભેંસાણ પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપીઓ લાલા રાજા ચાવડા, પાર્થ દીપા બાવાજી, ભાવેશ રાયધન હુંબલ થોડા દિવસો પહેલા દારૂ પીવાના કેસમાં પોલીસે પકડી લીધા હતા જેમાં પોલીસને બાતમી આપવાનો શક જીવા સોલંકીના સાળા પરેશભાઈ ઉપર હોય જેથી પરેશભાઈને બીક લાગતા ચારેક દિવસથી જીવાભાઈ બનેવીના ઘરે આવી ગયેલ

જેની આરોપીઓને ખબર પડતા ગે.કા. મંડળી રચી ગેર.કા. હથીયારો ધારીયા, લોકંડના પાઈપ લાકડાના ધોકા બંદુક સાથે ગત તા.22-3ની રાત્રીના 10-30ના સુમારે જીવાભાઈના ઘરમાં પ્રવેશી જીવાભાઈને પગના ગોઠણ નીચે ધારીયાના ઘા મારી લોહીલોહાણ કરી શરીરે લાકડાનો ધોકો મારી ઈજાઓ કરી હતી. અને ચટણીની ભુકી ઉડાડી હતી. જીવાભાઈના સાળા મુકેશભાઈ વચ્ચે પડતા તેના પગના પંજામાં ધારીયુ ઝીંકી દીધુ હતું.

જીવાભાઈના સાળા રમેશભાઈની પત્ની લીલાબેન વચ્ચે પડતા ધકકો મારી પછાડી દઈ રમેશભાઈના દિકરા પરેશને જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની લાલા રાજા, પાર્થ દીપા બાવાજી, ભાવેશ રાયધન હુંબલ, સરદારપુર ભેંસાણ રાજુ રે. સતાપર અને ભોલો રે. સતાપર ઉપરાંત ફોરવીલમાં રહેલા અન્ય શખ્સો સામે રાયોટીંગ તેમજ એટ્રોસીટીનો ગુન્હો નોંધી ના.પો.અધિકારી હીતે ધાંધલ્યાએ તપાસ હાથ ધરી છે.


Advertisement
Advertisement