જુનાગઢ તા.24 : ભેંસાણની માધવ સ્કુલની બસનું એકસીડન્ટ થતા ડ્રાઈવરનું મોત થયેલ જે એકસીડન્ટ વાળી બસનો વિમો પુરો થઈ જતા અન્ય નંબર લગાવી જુના નંબર ભુંસી નાખી વિમો પાસ કરવા ખોટા દસ્તાવેજ ઉભા કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
ગત તા.11-3-2023ની સાંજે 4 કલાકે બનેલી ઘટનામાં ભેંસાણની માધવ સ્કુલના સંચાલક આરોપીઓ પ્રિતેશ પરસોતમ કોઠીયા અને પુરુષોતમ કુરજી કોઠીયા બન્ને બાપ દિકરા આરોપીને અકસ્માતમાં બસના ડ્રાઈવરનું મોત થવા પામેલ. બનાવ ખારચીયા-બામણગઢ વચ્ચે બનવા પામ્યો હતો. બસના ચાલક હનીફભાઈ હુસેનભાઈ જુણેજાનું ઘટના સ્થળે મોત નોંધાયેલ જેની ફરીયાદ મૃતકના દિકરા અહેસાસભાઈ હનીફભાઈ જુણેજાએ નોંધાવેલ જેમાં અકસ્માત થયેલ બસ નં. જીજે 16 વી 9516 હોય
પરંતુ તેનો વિમો પુરો થઈ ગયેલ હોવાથી વિમો પકવવા માટે યેનકેન પ્રકારે અન્ય બસના નંબર જીજે 11 ટીટી 4289 લખાવી જીના નંબર ભુંસી નાખી વિમો પાસ કરવાના ઈરાદે ખોટા દસ્તાવેજ છભા કરી વીમો ચાલુ હોય તે નંબર પ્લેટ લગાવી ખોટાનો સાચા તરીકે ઉપયોગ કરી હોવાનું બહાર આવતા ભેંસાણ પીએસઆઈ ડી.કે. સરવૈયાએ તપાસ હાથ ધરી છે.