ગોંડલ ક્રાઇમ ડાયરી

24 March 2023 01:46 PM
Gondal
  • ગોંડલ ક્રાઇમ ડાયરી

કેશવાળામાં નરેશ પીધેલો પકડાયો
ગોડલ તાલુકાના કેશવાળા ગામે ગોંડલ તાલુકા પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.એ.ગોહેલ, કોન્સ્ટેબલ પ્રવીણભાઇ મકવાણા પેટ્રોલીગમાં હતા ત્યારે કેશવાળા ગામે બસ સ્ટેશન પાસે પીધેલી હાલતમાં લથડીયા ખાતા નરેશ વસા જખણીયા (રહે. કેશવાળા)ને ઝડપી ગુનો દાખલ કરેલો.

ભરૂડીમાં ડમડમ હાલતમાં શખ્સ ઝડપાયો
ગોંડલ તાલુકા પોલીસના એએસઆઇ બી.એમ.જાડેજા અને કોન્સ્ટેબલ સંજયભાઇ મજેઠીયાએ પેટ્રોલીંગ દરમિયાન નશાની હાલતમાં ફરતા ભરૂડીના મનજી ઓધડ સરવૈયા (ખાંટ) (ઉ.વ.55)ને ભરૂડી-પાટી માર્ગ પરથી ઝડપી ગુનો દાખલ કર્યો હતો.

ગરનાળામાં મહિલા બુટલેગર પાસેથી 4 લીટર દેશી દારૂ મળ્યો
ગોંડલ તાલુકાના ગરનાળા ગામે ગોંડલ તાલુકા પોલીસના સ્ટાફે બસ સ્ટેન્ડ પાસે ખુલ્લી જગ્યામાં દેશી દારૂ વેચવાના ફીરાકમાં ફરતી મહિલા બુટલેગર મંજુબેન સંજયભાઇ વાંજેલીયા (ઉ.વ.રપ)ને 4 લીટર દેશી દારૂ સાથે ઝડપી લઇ ગુનો દાખલ કરેલો. આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ આર.બી.તાવીયર, કોન્સ્ટેબલ રવિભાઇ ચાવડા વગેરે ફરજ પર રહ્યા હતા.

પીધેલી હાલતમાં બાઇક પર નીકળેલ મીત સાવલીયા ઝબ્બે
ગોંડલ સીટી પોલીસે ચેકીંગ દરમિયાન ગુંદાળા રોડ પર સંતરામ પેટ્રોલ પંપ પાસેથી જીજે 03 ડીઇ 9339 નંબરના મોટર સાયકલ પર નશાની હાલતમાં નીકળેલા મિત શૈલેષ સાવલીયા (ઉ.વ.રર, રહે. ખોડીયારનગર, ગોંડલ)ને દબોચી ગુનો નોંધ્યો હતો.

નશામાં કાકી સાથે માથાકુટ કરતો સાગર સોલંકી દબોચાયો
ગોંડલના સરકારી દવાખાના પાસે ખાડા વિસ્તારમાં રહેતી રતનબેન રાઠોડએ પોલીસને જાણ કરેલી કે તેનો ભત્રીજો સાગર રાજુ સોલંકી દારૂ પી માથાકુટ કરે છે. પોલીસ ટીમે પહોંચી સાગરની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો.


Advertisement
Advertisement