મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં પૈસાની લેતીદેતીના મામલે સામસામી મારામારી : ત્રણને ઇજા

24 March 2023 01:49 PM
Morbi
  • મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં પૈસાની લેતીદેતીના મામલે સામસામી મારામારી : ત્રણને ઇજા

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.24 : મોરબીના સબજેલ ચોકની સામેના વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પૈસાની લેતીદેતી મામલે થયેલ મારામારીમાં ત્રણને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા જે પૈકી એકને રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સબજેલ ચોક સામે થયેલ મારામારીના બનાવમાં કાનજી મગનભાઇ ઝાલા (40), ઉદય કાનજી ઝાલા (19) અને સામેવાળા ભરત ગોવિંદ પરમાર (25) ને ઇજાઓ પહોંચતા ત્રણેયને સિવિલ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા જે પૈકી ભરતભાઈ પરમારને માથાના ભાગ ઇજા હોય વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ તપાસ હાથ ધરી હતી અને બાદમાં ઉદય કાનજી ઝાલા (19) રહે. સબજેલ ચોક સામે મોરબી વાળાએ સામેવાળા ભરત ગોવિંદ પરમાર,

ગોવિંદ મગન પરમાર અને માધવ મગન પરમારની સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમની પાસે ભરત પરમારે પૈસાની માંગણી કરતા પોતે ભાગવા જતા નીચે પડી ગયો હતો અને જેથી તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને બાદમાં તે તથા તેમના પિતા કાનજીભાઈ સામેવાળાના ઘર પાસેથી શેરીમાંથી નીકળતા ઝઘડો કર્યો હતો અને ઝપાઝપી કરી ધક્કામૂકી કરી હતી જે અંગે હાલ ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ જે.એ.ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વૃદ્ધ સારવારમાં
મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા વૃદ્ધનો હાથ કામ દરમિયાન શેરડીના રસના ચિચોડામાં આવી જતા ઇજા પામતા તેઓને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા.મોરબી આયુષ હોસ્પિટલના સૂત્રો દ્વારા મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે,

મોરબીના વજેપર વિસ્તારમાં વાડી વિસ્તારમાં રહેતા નરસીભાઈ મગનભાઈ કણજારીયા નામના 68 વર્ષીય વૃદ્ધ મોરબીના લીલાપર ચોકડી પાસે આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે આવેલ રસના ચિચોડામાં કામ કરતા હતા ત્યારે અકસ્માતે તેઓનો હાથ રસના ચિચોડામાં આવી જતા ઈજાઓ થતા તેમને સારવારમાં લાવવામાં આવ્યા છે હાલ બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એન.જે.ખડિયા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.


Advertisement
Advertisement