ગુજસીટોકના આરોપી જયેશ પટેલના સાગ્રીતોની વધુ મિલ્કત સીલ

24 March 2023 03:10 PM
Jamnagar
  • ગુજસીટોકના આરોપી જયેશ પટેલના સાગ્રીતોની વધુ મિલ્કત સીલ
  • ગુજસીટોકના આરોપી જયેશ પટેલના સાગ્રીતોની વધુ મિલ્કત સીલ
  • ગુજસીટોકના આરોપી જયેશ પટેલના સાગ્રીતોની વધુ મિલ્કત સીલ

જયંત સોસાયટીમાં નવા બંધાઇ રહેલા બંગલાને ટાંચમાં લેતી પોલીસ: આ મિલ્કત જયેશ પટેલના સાગ્રીત યશપાલ-જશપાલની હોવાથી જામનગર પોલીસની કાર્યવાહી

જામનગર તા.24:
જામનગરના ચકચારી ગુજસીટોકના પ્રકરણમા ફરી સળવળાટ શરૂ થયો છે. જેમાં જામનગર પોલીસે આજે જયેશ પટેલ ગેંગ સાથે ઘરોબો ધરાવતા આરોપી યશપાલસિંહ જાડેજા અને જશપાલ જાડેજાની મિલ્કત ટાંચમા લીધી છે. ગૃહ વિભાગના આદેશના અનુસંધાને ગુજસીટોક કાયદાની જોગવાઈ હેઠળ સિટી ડીવાયએસપી વઋણ વસાવાએ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતની ટીમો જોડાઇ હતી.

આ મામલે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર જામનગર શહેરના જયંત સોસાયટીમાં આવેલ મેડિકલ કેમ્પસ પાછળની સરવે નંબર 224 254 પ્લોટ નંબર 23 ક્ષેત્રફળ ચોરસમી.507-33 જમીનમા ભૂમાફિયા જયેશ પટેલના સાગરીત યશપાલસિંહ અને જશપાલસિંહ જાડેજાના બંગ્લાનું બાંધકામ ચાલી રહ્યું હોય. જે અંગે પોલીસે ગુજસીટોક પ્રકરણમાં આરોપી બંધુના કરોડો રૂપિયાના બંધાતા બંગલાની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ મિલકતની કિંમત લગભગ ત્રણ કરોડથી વધુની ગણવામાં આવી રહી છે.જે જગ્યામાં બાંધકામ પણ થઈ રહ્યું હતું, અને જે હાલ સ્થગિત કરાયેલું છે.

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં 2020 ની સાલમાં ગુજસીટોક અંગેનો ગુન્હો નોંધાયો હતો. જેમાં જયેશ પટેલ સહિતના 14 જેટલા આરોપીઓ સામે ગુન્હો દાખલ થયો હતો. મહત્વનું છે કે તાજેતરમાં બંને જાડેજા બંધુઓ ગુજસીટોક પ્રકરણમાં જેલમાંથી જામીન મુક્ત થયા છે. ગત સપ્ટેમ્બર માસમા દલીલો સાંભળી સુપ્રિમ કોર્ટે આરોપી નિલેશ ટોલીયા, જીમ્મી આડતીયા, વકીલ વી.એલ. માનસાતા, યશપાલસિંહ અને જશપાલસિંહ જાડેજાની જામીન મુક્તિનો હુકમ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે અગાઉ જયેશ પટેલની કરોડો રૂપિયાની મિલકત ટાંચમાં લેવામાં આવી હતી. બાદમાં હવે ગુજસીટોક પ્રકરણમાં સંડોવાયેલ મુખ્ય આરોપી ભુમાફિયા જયેશ પટેલના સાથી બંધુની મનાતી મિલકત ટાંચમાં લેવાતા સમગ્ર પ્રકરણ ગાજયુ છે.


Advertisement
Advertisement