જામનગરમાં દારૂના કટીંગ પહેલા જ પોલીસ ત્રાટકી

24 March 2023 03:13 PM
Jamnagar
  • જામનગરમાં દારૂના કટીંગ પહેલા જ પોલીસ ત્રાટકી
  • જામનગરમાં દારૂના કટીંગ પહેલા જ પોલીસ ત્રાટકી
  • જામનગરમાં દારૂના કટીંગ પહેલા જ પોલીસ ત્રાટકી
  • જામનગરમાં દારૂના કટીંગ પહેલા જ પોલીસ ત્રાટકી
  • જામનગરમાં દારૂના કટીંગ પહેલા જ પોલીસ ત્રાટકી

ત્રણ વાહનોમાંથી 249 બોટલ દારૂ ઝડપાયો પરંતુ એક પણ આરોપી હાથ ન લાગ્યો

જામનગર તા.24: જામનગર શહેરમાં નાગેશ્વર કોલોનીમાં દારૂનું કટિંગ થાય તે પહેલા જ એલસીબીની ટીમ ત્રાટકતા નાશભગ મચી જવા પામી હતી. આ દરમિયાન પોલીસે એક્સેસ, ઇક્કો અને કાર સહિતના ત્રણ વાહનોમાથી 249 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે આ દરમિયાન એક પણ આરોપી હાજર ન મળતા પોલીસની કામગીરી સામે લોકોમાં સવાલો ઉભા થયા હતા.

દરમ્યાન એલ.સી.બી.ના સ્ટાફના પોલીસ હેડ કોન્સ વનરાજભાઇ મકવાણા તથા અશોકભાઇ સોલંકી તથા ઘનશ્યામભાઇ ડેરવાળીયાને હકિકત મળેલ કે જામનગર શહેરમાં નાગેશ્વર કોલોનીમા આવેલ ધાર્મીક જગ્યા બાદ પહેલી બજારમાં અમુક ઇસમો વાહનમાં ઇગ્લીશ દારૂની બોટલોનુ કટીંગ કરી વેચાણ કરવાંલની પેરવીમાં છે..જેને લઈને પોલીસે રેડ પડી તપાસ હાથ ધરતા ઇકો કાર રજી નંબર જી.જે.36 બી 7661 અને વોકસ વેગન વેન્ટો કાર રજી નં-જી.જે.06 ઇ.ડી.5726 તથા એકસેસમાંથી 99,600ની કિંમતની દારૂની 249 બોટલો ઝડપાઇ હતી. જેને પગલે પોલીસે ત્રણ વાહન કિ.રૂ.6,50,000 મળી કુલ કિ.રૂ.7,49,6008 નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

જોકે આ દરમિયાન આરોપીઓ હાજર ન મળતા પોલીસ તપાસ તેજ બનાવી છે. પીઆઇ જે.વી.ચૌધરીના માર્ગદર્શનથી પીએસઆઇ એસ.પી.ગોહિલ, આર.કે.કરમટા, પી.એન.મોરી, એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, નાનજીભાઇ પટેલ તથા ભરતભાઇ પટેલ, તથા પોલીસ હેડ કોન્સ, દિલીપભાઇ તલવાર્ડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, ધર્મેન્દ્રસિંહ ડી, જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, તથા પોલીસ કોન્સ ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, રાકેશભાઇ ચૌહાણ બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, બીજલભાઇ બાલસરા તથા ભારતીબેન ડાંગર દ્વારા કરાઈ હતી.


Advertisement
Advertisement