રાહુલ ગાંધીને થયેલી સજા ભાજપની તાનાશાહીનું પરિણામ

24 March 2023 03:26 PM
Jamnagar
  • રાહુલ ગાંધીને થયેલી સજા ભાજપની તાનાશાહીનું પરિણામ

જામનગર તા.24: જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા લાલ બંગલા સર્કલમાં ભાજપ સરકારની તાનાશાહી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને આપેલી બે વર્ષની સજા કે જે ભાજપ સરકારના ઇશારે બદલો લેવામાં આવ્યો છે, તેવી રજૂઆત સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયા, તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા ની રાહબરી હેઠળ શહેર જિલ્લાના કોંગી આગેવાનો લાલ બંગલા સર્કલમાં એકત્ર થયા હતા, અને હાથમાં બેનર પોસ્ટર દર્શાવી ભાજપ સરકાર ની તાનાશાહીનો વિરોધ કર્યો હતો. પહેલે ગોરો સે લડતે થે, અબ લડેંગે ચોરો સે. ઉપરાંત રાહુલજી તુમ સંઘર્ષ કરો હમ આપકે સાથ હૈ, જ્યારે ભાજપ રાહુલજી સે ડરતી હૈ, પુલીસ કો આગે કરતી હૈ, ના પોસ્ટરો દેખાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ દેખાવમાં પ્રદેશ મહામંત્રી બિપેન્દ્રસિંહ જાડેજા, સહારાબેન મકવાણા, શહેર પ્રમુખ દિગુભા જાડેજા, જિલ્લા પ્રમુખ જીવણભાઇ કુંભારવડીયા, મહામંત્રી ભરત વાળા, યુવક કોંગ્રેસ પ્રમુખ તૌસીફખાન પઠાણ, વિપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર કાસમ જોખીયા, નુરમામદ પલેજા ઉપરાંત કોંગ્રેસ અગ્રણી સાજીદ બ્લોચ, પ્રવિણ જેઠવા, રંજનબેન વિગેરે હાજર રહ્યા હતા.


Advertisement
Advertisement