જામનગર તા.24: લાલપુર પંથકના દારૂબંધીનાં ગુનામાં ફરાર આરોપીને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે. જામનગર પેરોલ ફર્લો સ્કોડની ટીમે આરોપી એ જામનગરના દરેડ જી.આઇ.ડી.સી. ખાતેથી ઝડપી લઈ કાર્યવાહી આગળ ધપાવી છે.
આ મામલે જાણવા મળતી વિગત અનુસાર ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, મહિપાલભાઇ સાદિયા તથા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવને દારૂબંધીનાં ગુન્હામાં સંડોવાયેલ આરોપી મામલે બાતમી મળી હતી. દારૂબંધીના ગુન્હામાં પોલીસને હાથતાળી આપી ફરાર આરોપી દરેડમા હોવાની જાણ થતા પોલીસે રેડ પાડી હતી. આ દરમિયાન દરેડ બ્રાસના કારખાનામાં આવેલ રહેણાંક મકાનમાંથી આરોપી રાજુ ભલાભાઇ મોરી (રહે.-નોંધણા નેશ, ખાગેશ્રી, તા.કુતીયાણા જી.પોરબંદર) ઝડપાયો હતો.
આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જે.મિયાત્રા, એ.એસ.આઇ.ગોવિંદભાઇ ભરવાડ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા,કાસમભાઈ બ્લોચ,ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર તથા કોન્સ્ટેબલ મહિપાલભાઇ સાદિયા,ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, હેડ કોન્સ્ટેબલ અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્સટેબલ નિર્મળસિંહ જાડેજા, બંળવતસિંહ પરમાર સહિતના જોડાયા હતા.