જામનગર તા.24 : જામનગર દિ પ્લોટ 59-60 મા આવેલ આશાપુરા મંદીરની પાછળના ખંઢેર મકાનમાં પોલીસે રેડ પાડી 72 બોટલ દારૂ સાથે બે આરોપીને દબોચી લીધા હતા.જામનગર સીટી એ ડીવીઝન પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર સીટી એ ડિવિઝન પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ભરતસિહ જાડેજા, વિરેન્દ્રસિહ ભરતસિંહ જાડેજા, રવીરાજસિંહ અનીરૂદ્ધસિંહ જાડેજાને દારૂ મામલે બાતમી મળતાં પોલીસે દિ પ્લોટ 59-60 પાછળ આશાપુરા માતાજીના મંદીર પાસે આવેલ એક ખંઢેર મકાનમા રેડ પાડી હતી. જ્યા તપાસ હાથ ધરતા મકાનમાંથી 36 હજારની કિંમતની 72 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેને લઈને પોલીસે જયેશ ઉર્ફ કારો રમેશભાઇ નંદા (રહે.દિ પ્લોટ 58 ઓધવરામ સ્ટુડીયોની બાજુમા જામનગર) અને કલ્પેશ ઉર્ફ કરણ હરીશભાઇ માવ (રહે દિ પ્લોટ 49 ઓધવરામનગર કનૈયા પ્રોવીઝન સ્ટોરવાળી ગલીમા જામનગર)ને પકડી કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં પીઆઇ પી.પી.ઝા, પીએસઆઇ બી.એસ.વાળા, હેડ કોન્સ્ટેબલ દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયા, રવીરાજસિહ રાજેન્દ્રસિંહ જાડેજા, રવીન્દ્રસિંહ નાથુભા પરમાર તથા મહીપાલસિંહ મયુરસિંહ જાડેજા તથા સુનિલભાઇ અરજણભાઇ ડેર તથા શૈલેષભાઇ કાંતીલાલ ઠાકરીયા તથા. શીવરાજસિંહ નટુભા રાઠોડ તથા વિજયભાઇ બળદેવભાઇ કાનાણી તથા વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા તથા મહેન્દ્રભાઇ રમેશભાઇ પરમાર તથા રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ડોડીયા તથા ખોડુભા કનુભા જાડેજા તથા રૂષિરાજસિંહ લાલુભા જાડેજા તથા રવીભાઇ ગોવીંદભાઇ શર્મા તથા યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા તથા વીરેન્દ્રસિહ ભરતસિહ જાડેજા દ્વારા કરવામા આવેલ છે.