કૃષ્ણનગર વિસ્તારમાંથી 78 બોટલ દારૂ ઝબ્બે

24 March 2023 03:31 PM
Jamnagar
  • કૃષ્ણનગર વિસ્તારમાંથી 78 બોટલ દારૂ ઝબ્બે

જામનગર તા.24: જામનગર સીટી સી ડિવિઝન પોલીસએ શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક પાછળ આવેલ કૃષ્ણનગર શક્તિ સોસાયટીમાં દારૂની બાતમીને પગલે રેડ પાડી હતી આ દરમિયાન શક્તિ સોસાયટીના શેરી નંબર 2 માં રહેતા આરોપીના મકાનમાંથી દારૂની 78 બોટલનો જથ્થો ઝડપાયો હતો.

જામનગરના કૃષ્ણનગર શક્તિ સોસાયટી ની શેરી નંબર 2 માં રહેતા યુવરાજસિંહ અનુપસિંહ ભટ્ટી ના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો.જે મામલે પોલીસને કાને વાત કરતા સીટી સી ડિવિઝન પોલીસે રેડ પડી હતી. આ દરમિયાન તપાસ ધરતા ઘરમાંથી 78 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે 39000 મુદ્દામાલ કબજે કરી રેડ દરમિયાન યુવરાજસિંહ ભટ્ટી હાજર ન મળતા તેને ફરારી જાહેર કરી તપાસના ધમધમાટ શરૂ કર્યો છે.

વધુ એક દરોડો સીટી બી ડિવિઝન પોલીસે નવાગામ ઘેડમાં આવેલ બાપુનગર પાસે પાડ્યો હતો. આ દરમિયાન પ્રદિપસિંહ જયરાજસિંહ જેઠવાના રહેણાંક મકાનમાંથી 28 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે 14000 નો કિંમતનોદારૂનો જથ્થો જપ્ત કરે આરોપી પ્રદીપ જેઠવા હાજર ન મળતા તેને પણ ફરારી જાહેર કરી છે.


Advertisement
Advertisement