અમૃતપાલ વિદેશ જવાની ફિરાકમાં: પોલીસને ઘરમાંથી પાસપોર્ટ ન મળ્યો

24 March 2023 03:32 PM
India
  • અમૃતપાલ વિદેશ જવાની ફિરાકમાં: પોલીસને ઘરમાંથી પાસપોર્ટ ન મળ્યો

♦ અમૃતપાલ ઉત્તરાખંડમાં છુપાયો હોવાની આશંકાએ એલર્ટ

♦ અમૃતપાલને ભગાડવા પાક.ની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પણ સક્રીય બની હોવાના અહેવાલ

અમૃતસર (પંજાબ) તા.24
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ પોલીસને સતત થાપ આપીને ફરાર થઈ ગયો છે. દરમિયાન એવા ખબર આવ્યા છે કે પોલીસને અમૃતપાલના ઘેરથી અમૃતપાલનો પાસપોર્ટ ન મળતા તે વિદેશ ભાગી જવાની ફિરાકમાં હોવાનું બહાર આવ્યુ છે. દરમિયાન હરિયાણામાં અમૃતપાલને આશરો આપનાર મહિલાની પોલીસે ધરપકડ કરી છે.
અમૃતપાલ વિદેશ ભાગી જાય તે માટે પાક.ની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ પણ એકટીવ બની હોવાના અહેવાલ છે. હાલ અમૃતપાલ ઉતરાખંડમાં છુપાયો હોવાના ખબરને પગલે ત્યાં પોલીસ એલર્ટ બની છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ખાલિસ્તાનવાદી અમૃતપાલ સિંહ વિદેશ ભાગી જવાની ફિરાકમાં હોવાની વિગતો બહાર આવી છે. ગુરુવારે પોલીસ અધિકારી અમૃતપાલ સિંહના ઘરે પહોંચ્યા હતા અને તેના પરિવાર પાસેથી અમૃતપાલના પાસપોર્ટની માંગણી કરી હતી. પરિવારે જણાવ્યું હતું કે તેનો પાસપોર્ટ ઘરમાં નથી એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે અમૃતપાલ ફરાર થયા બાદ પરિવારે તરત પાસપોર્ટ કયાંક મોકલી દીધો હતો, જેથી મોકો મળતા જ તે પાસપોર્ટ અમૃતપાલને હાથ લાગી શકે, અને વિદેશ ફરાર થવામાં કોઈ વિધ્ન ન આવે.

બીજી બાજુ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ભારતમાં બેઠેલા તેના સાગરિતો મારફત અમૃતપાલની સહાયતા કરી રહી હોવાનું ખબર આવ્યુ છે. દરમિયાન અમૃતપાલને હરિયાણામાં આશરો આપનાર મહિલા બલજીત કૌરની પોલીસે ધરપકડ કરી છે. આ મહિલા અમૃતપાલના ખાસ પપ્પલપ્રીત સિંહની નજીકની માનવામાં આવે છે. હાલ અમૃતપાલ ઉતરાખંડમાં છુપાયો હોવાના ખબરોને પગલે ઉતરાખંડ પોલીસ એલર્ટ બની છે.


Related News

Advertisement
Advertisement