અમદાવાદ, તા. 24
સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચર્ચા જગાવનાર કિરણ પટેલ કાંડમાં રોજેરોજ નવા ધડાકા થઇ રહ્યા છે. તે સમયે હવે તેમના પત્ની સામે પણ ફરિયાદ નોંધાતા તે ફરાર થઇ ગયા છે અને તેણે અમદાવાદમાં હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરીને તેની સંભવિત ધરપકડ સામે સુરક્ષા માંગી છે. માલતી પટેલ પાંચ દિવસ અગાઉ જ તેના બંને દિકરીઓ સાથે અમદાવાદના ઘોડાસરના બંગલામાંથી નાસી છુટયા હતા
આ બંગલો પણ તેમણે ભાડે રાખવાના નામે કબ્જો કરી લીધો હોવાનું માનવામાં આવે છે અને બાદમાં તે ખાલી જ કરતો ન હતો. કિરણ પટેલ અને તેના પત્ની સામે અનેક કેસ નોંધાયા છે અને એક વખત કાશ્મીર પોલીસ કાર્યવાહી પૂરી કરે પછી ગુજરાત પોલીસ પોતાની કાર્યવાહી શરૂ કરશે તેમ માનવામાં આવે છે. તે પૂર્વે જ કિરણ પટેલના પત્નીએ આગોતરા જામીન માંગીને તેની સંડોવણી અંગે સામેથી જ સંકેત આપી દીધો છે.