રાજકોટમાં ધો.5ની છાત્રા પર દુષ્કર્મ ગુજારનાર હોટેલ કે.કેનો કર્મચારી જેલહવાલે

24 March 2023 04:41 PM
Rajkot Crime
  • રાજકોટમાં ધો.5ની છાત્રા પર દુષ્કર્મ ગુજારનાર હોટેલ કે.કેનો કર્મચારી જેલહવાલે

► રૂમ નહીં હોવાનું કહી તેમને રૂમ આપવાની મદદ કરવાના બહાને હોટેલ તિલકમાં લઇ જઇ ગૌરવે પરાણે દુષ્કર્મ ગુજાર્યું

રાજકોટ,તા.24 : આજકાલના બાળકોને જીભ અને પગ પછી આવે છે, પરંતુ મોબાઇલ ચલાવતા તો જાણે જન્મથી જ શીખીને આવે છે.પરંતુ માતાપિતાની મુશ્કેલીઓ ત્યારે શરૂ થાય છે.જ્યારે બાળક આખો દિવસ મોબાઇલ સાથે વળગી રહે છે અને જ્યારે તેને મોબાઇલ બંધ કરવાનું કહેવામાં આવે છે અથવા તેની પાસેથી છીનવી લેવામાં આવે છે.આવો જ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે.કયારેક બાળકો જીદમાં કે ગુસ્સામાં ન કરવાનું કરી બેસતા હોય છે. પરંતુ બાદમાં તેને અને તેના પરિવારજનોને પસ્તાવાનો વારો આવે છે.ભદ્ર સમાજમાં લાલબતી રૂપ બનેલો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

► ઘરેથી ભાગીને સગીરા આખી રાત રેસકોર્સ રિંગ રોડ પર ફરતી રહી બાદમાં હોટેલ કે.કે પર જઇ કેક શોપમાં કામ કરતા ગૌરવ ચુડાસમા પાસે ભાડે રૂમ માંગ્યો

તેની જાણવા મળતી વિગત મુજબ,શહેરનાં પોશ ગણાતા નિર્મલા રોડ પર રહેતા એક વેપારી યુવાનને સંતાનમાં 16 વર્ષનો પુત્ર ને 10 વર્ષની પુત્રી છે.વેપારીને ઘણા સમયથી પત્ની સાથે અણબનાવ બનતા છુટાછેડા લઈ લીધા છે અને પત્ની બીજા લગ્ન કરી મુંબઈ સ્થાયી થઈ ગઈ છે. જ્યારે માતા વિહોણા પુત્ર અને પુત્રીને વેપારીએ મોટા કર્યા છે.ત્યારે તેની ધો.5માં ભણતી અને 10 વર્ષની દિકરીએ પિતા પાસે મોબાઈલ અને ડોગી લેવાની જીદ પકડી હતી. પરંતુ પુત્રી હજુ નાની હોય પિતાએ મોબાઈલ લઈ દીધો નહોતો.ત્યારબાદ નારાજ રહેતી પુત્રીએ પિતાએ મોબાઈલ લઈ દેવાની ના પાડતા માઠુ લાગી આવ્યા બાદ ગુસ્સામાં પિતાનું સ્કૂટર લઈ નિકળી ગયેલી 10 વર્ષની પુત્રી બીજા દિવસે હેમખેમ મળી આવી હતી.

પરંતુ તેની ગાંધીગ્રામ પોલીસે વિશેષ પૂછપરછ કરતા તેના પર ગૌતમ જગદીશભાઈ ચુડાસમા (ઉ.વ.22) નામના યુવકે કે.કે હોટલમાં કામ કરતા શખ્સે હોટલ તિલક ના રૂમમાં લઈ જઈ દુષ્કર્મ કર્યાની કબૂલાત આપતા પોલીસ પણ ચોંકી હતી. સગીરાની વધુમાં પૂછપરછ કરતા તેણી એક્ટિવા અને પિતાનો મોબાઈલ લઈ ઘરેથી નીકળી ગયા બાદ રેસકોર્સમાં ચકકર લગાવ્યા હોવાનું અને આખી રાત આંટા મારતી રહી હોવાનું જણાવ્યું હતું.પરંતુ પોલીસને તેની વાતો પર કંઈક શંકા જતા તેની વધુ પૂછપરછ કરતા પોતાના પર ખરાબ કામ કરાયાનું જણાવતા સૌ ચોંકી ઉઠયા હતા.પોલીસે જણાવ્યું કે,બાળા ઘરેથી નિકળી ગયા બાદ કેકે હોટેલના કર્મચારી ગૌતમ સાથે સંપર્ક કર્યો હતો.તે કેકે હોટલમાં આવેલી કેક શોપમાં કામ કરતો હોય અગાઉ બાળા ત્યાં જતા રીસેપ્શનમાં ઉભેલા ગૌતમ તેને માહિતી આપતા તેની સાથે સંપર્ક થયો હતો.

► બીજા દિવસે ઘરે આવેલી સગીરાએ હકીકત વર્ણવતા પોલીસે પોકસો અને દુષ્કર્મની કલમનો ઉમેરો કરી આરોપીને જેલમાં ધકેલ્યોે

દરમિયાન તે ઘરેથી નિકળી ગયા બાદ હોટલમાં રૂમ રાખવા માટે તેનો સંપર્ક કરતા તેજ રાતે તેણે તેને બોલાવી કેકે હોટેલમાં જગ્યા નહીં હોવાનું અને બાદમાં બંને હોટેલ તિલકના રૂમમા લઈ જઈ બળજબરીથી દુષ્કમર્ર્ આચર્યું હતું.બાદમાં બાળા તેના માસી સાથે ચેટ દ્વારા સંપર્કમાં હોય સમજાવટ કરતા તે સવારે તેના માસીના ઘરે પહોચી જતા પરિવારજનોને હાશકારો અનુભવ્યો હતો અને પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસના પીઆઈ રાણે સહિતના સ્ટાફે દુષ્કર્મ અને પોકસોની કલમનો ઉમેરો કરી આરોપી ગૌતમ ચુડાસમાની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો.ગૌરવે પૂછપરછમાં જણાવ્યું હતું કે, સગીરા રૂમ ભાડે રાખવો હોય એટલે આવી હતી અને ત્યાં રૂમ ખાલી ન હોય જેથી અમે હોટેલ તિલકમાં ગયા હતા.ત્યાં ગૌરવે દુષ્કર્મ ગુજાર્યું હતું.

મોટા ભાઈને લેપટોપ-મોબાઈલ લઈ આપ્યા,બાળાને ન લઈ આપતા માઠું લાગ્યું!
આ બનાવમાં ફરિયાદી પિતા પોતાના ધંધાના કામમાં વ્યસ્ત રહેતા હતા તેઓએ તેમના 16 વર્ષના પુત્રને લેપટોપ અને મોબાઈલની માંગણી કરતાં પિતાએ પુત્રને મોબાઈલ અને લેપટોપ લઈ દીધું હતું.મોટાભાઈને મોબાઈલ મળી જતાં સગીરાએ પણ મોબાઈલ અને ડોગી લેવાની જીદ પકડી હતી અને પિતાએ ભણવામાં ધ્યાન આપવાનું કહેતા તેમને માઠું લાગી જતા ઘરેથી નીકળી ગઈ હતી.

દુષ્કર્મ ગુજારનાર ગૌરવ કેકે હોટેલની કેક શોપનો કર્મચારી અગાઉથી જ સગીરા સાથે સંપર્કમાં હતો!
આ દુષ્કમર્ર્ની ઘટનામાં ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે સગીરાના જણાવ્યા મુજબ કોટેચા ચોકમાં આવેલી હોટેલમાં તપાસ કરી હતી અને ત્યાં સીસીટીવી ફુટેઝમાં સગીરા પણ દેખાતી હોવાનું અને ગૌતમ વચ્ચે વાતચીત થતી હોવાનું જાણવા મળે છે તેમજ બન્ને ત્યાંથી નીકળી હોટેલ તિલકમાં જાય છે અને ત્યાં ગૌરવે બળજબરીથી સગીરા સાથે શરીર સબંધ બાંધ્યો હતો.ગૌરવ અગાઉથી જ સગીરા સાથે સંપર્કમાં હતો તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

માતાએ બીજા લગ્ન કરી લેતાં સગીરા માનસિક તણાવમાં જ રહેતી’તી
આ સમગ્ર બનાવમાં ગાંધીગ્રામ પોલીસની તપાસમાં સગીરાની માતાએ પતિ સાથે અણબનાવ બનતા છુટાછેડા લઈ મુંબઈ ખાતે બીજા લગ્ન કરી લીધા હતા અને ત્યાં જ સ્થાયી થઈ ગઈ હતી.જ્યારે બીજી બાજુ જે ઉમરમાં માતાનો પ્રેમ મળવો જોઈએ તે ન મળતા સગીરા સતત માનસિક તણાવમાં રહેતી હતી અને તેના માટે તેમણે પિતા પાસેથી મોબાઈલ અને ડોગી લઈ આપવાની માંગણી કરી હતી.

સ્વચ્છંદી બની ગયેલી સગીરા અગાઉ બે વખત ઘર છોડી ભાગી ગઈ હોવાનું પોલીસમાં ખુલ્યું
માતાએ બીજા લગ્ન કરી લીધા હતા અને પિતા સતત તેમના ધંધામાં વ્યસ્ત રહેતા હતા જેના કારણે પુત્રી સ્વચ્છંદી બની ગઈ હતી અને નાની નાની બાબતમાં જીદ કરતી અને પોતાની જીદ પુરી ન થાય તો તે ઘરેથી નીકળી જતી હતી અને આ મામલે અગાઉ તેમના માસીએ પણ સમજાવી હતી.


Related News

Advertisement
Advertisement