રાહુલ ગાંધી સામે સુરતમાં બદનક્ષીનો કેસ સાબીત થયા બાદ તેમની સદસ્યતા ગઈ છે જયારે મુંબઈમાં તેમની સામે બદનક્ષીનો વધુ એક કેસ ચાલી રહ્યો છે અને તેમાં પણ રાહુલ ગાંધી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. રાહુલ ગાંધીએ એવુ વિધાન કર્યુ હતું કે મહાત્મા ગાંધીની હત્યામાં આરએસએસની સંડોવણી છે અને તેના આ વિધાનો બદલ ભીવંડીમાં આરએસએસના એક કાર્યકર્તાએ દાખલ કરેલા કેસમાં હવે ચૂકાદો આવી શકે છે.