નવી દિલ્હી તા.24 : આજે લોકસભામાં મંજુર થયેલા કેન્દ્રીય બજેટની સાથે જ નાણામંત્રીએ જે રીતે ફયુચર અને ઓપ્શન સેલમાં સીકયુરીટી ટ્રાન્ઝેકશન ટેક્ષ વધાર્યો છે તેની અસર આજે માર્કેટમાં જોવા મળી છે અને સેલ ઓપ્શન અંગે ટ્રેડર્સમાં પણ દ્વીધા છે. જેની અસર માર્કેટમાં જોવા મળી હતી.
રાજકીય પરીસ્થિતિ વધુને વધુ ખરાબ બનતી જાય છે તેવા સંકેત સાથે જ આજે શેરબજારમાં બીએસઈ સેન્સેકસ 536 પોઈન્ટના ઘટાડા સાથે 57588 નોંધાયો છે જયારે નિફટીમાં 108 પોઈન્ટના ઘટાડા સાથે 17000ની નીચે પહોંચી ગયો હતો અને 16968 નોંધાયો છે. ગોલ્ડમાં પણ ઢીલાશ જોવા મળી હતી અને પ્રતિ 10 ગ્રામના ભાવ 59515 નોંધાયા છે.