આજે નાણાંમંત્રીએ ફાયનાન્સ બીલમાં સિકયુરીટી ટ્રાન્ઝેકશન ટેકસમાં ઓપ્શન એન્ડ ટ્રેડીંગ સેલમાં જે રપ ટકા જેવો વધારો જાહેર કર્યો છે તે મુદે જબરી દ્વિધા સર્જાઇ છે. ઓપ્શનમાં રૂા. 1 કરોડથી વધુના ટર્નઓવરમાં છેલ્લા ચાર વર્ષથી રૂા. પાંચ હજારનો એસટીટી વસુલાય છે. જયારે નાણાંમંત્રીએ તેમાં વધારો કરવાની જાહેરાત સાથે તે રૂા.ર100 કર્યો છે આથી તે વધાર્યો છે કે ઘટાડયો છે તે અંગે દ્વિધા છે. આ ઉપરાંત સરકારે આ પ્રકારના ટેકસ સુધારા માટે વટહુકમ બહાર પાડવો પડે તે પણ થયું નથી. જે અંગે પણ બજારમાં જબરી દ્વિધા પ્રવર્તી રહી છે.