મા પૂર્ણગિરીના દર્શન કરીને પરત ફરી રહેલા યુપીના 12 ભક્તોને ખાનગી બસે કચડ્યા: પાંચના મોત

24 March 2023 05:04 PM
India
  • મા પૂર્ણગિરીના દર્શન કરીને પરત ફરી રહેલા યુપીના 12 ભક્તોને ખાનગી બસે કચડ્યા: પાંચના મોત

ચંપાવત,તા.24
પૂર્ણગિરી રોડ પર થુલીગઢ પાસે એક દર્દનાક અકસ્માતમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા. આ અકસ્માતમાં આઠ મુસાફરોને ઈજા થઈ હતી. મા પૂર્ણગિરીના દર્શન કરીને પરત ફરી રહેલા ભક્તોને મેળા દરમિયાન મુસાફરોને લઈ જવા માટેની ખાનગી બસે કચડી નાખ્યા હતા.

અકસ્માતમાં ત્રણ શ્રદ્ધાળુઓનું ઘટનાસ્થળે અને એકનું ટનકપુરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. 10 ઘાયલોને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ટનકપુર લાવવામાં આવ્યા હતા. જ્યારે સ્થિતિ ગંભીર બનતા બેને ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરાયા હતા. જેમાંથી એકનું હલ્દવાની લઈ જતી વખતે મોત થયું હતું. મૃતકોમાં ત્રણ મહિલા અને બે પુરૂષો છે. મૃતકો અને ઘાયલો પૈકી ઘણા એક જ પરિવારના છે.

સીએમ પુષ્કર ધામીએ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. દર્શન કરીને પરત ફરતી વખતે આ જૂથ થુલીગઢ પહોંચ્યું હતું.ગુરુવારે સવારે લગભગ 6 વાગ્યે પૂર્ણગિરી મંદિરથી 10 કિમી દૂર થુલીગઢ ખાતે આ અકસ્માત થયો હતો. ઉત્તર પ્રદેશના બહરાઇચ અને બદાઉનથી ભક્તોનું એક જૂથ મા પૂર્ણગિરીના દર્શન કરીને પાછા ફરતી વખતે થુલીગઢ પહોંચ્યું હતું.

ત્યારે એક ખાનગી બસ (ઞઅ 12-3751)એ યાત્રાળુઓને ટનકપુર લાવવાની ઉતાવળ બતાવી, થુલીગઢ પોલીસ ચોકી પાસે રોડ કિનારે ઉભેલા 12 યાત્રાળુઓને કચડી નાખ્યા. ઘટના બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો.બ્રેકના અભાવે તે સામે ઉભેલા લોકોને કચડીને આગળ વધતી રહી. શરીર ટાયરમાં ફસાઈ જતાં બસ ઉભી રહી ગઈ હતી. અકસ્માત બાદ ચાલક નાસી ગયો હતો.


Related News

Advertisement
Advertisement