♦ નિર્દેશકના આજે અંતિમ સંસ્કાર
મુંબઈ, તા.24
બોલીવુડની વધુ એક ફિલ્મ હસ્તીએ આજે ચિર વિદાઈ લીધી છે. ‘પરિણીતા’, ‘મર્દાની’ જેવી શાનદાર ફિલ્મોના નિર્દેશક પ્રદીપ સરકારનું આજે નિધન થયુ છે. તેમણે 68 વર્ષની વયે વહેલી સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
ખબરો મુજબ પ્રદીપ સરકાર ઘણા સમયથી બીમાર હતા. તેઓ ડાયાલીસીસ પર હતા. તેમના શરીરમાં પોટેશિયમનું લેવલ નીચું થઈ ગયું હતું. જયારે હાલત વધુ બગડી તો વહેલી સવારે 3 વાગ્યે તેમને હોસ્પિટલે ખસેડાયા હતાં જયાં 3.30 વાગ્યે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.
સ્વ. પ્રદીપ સરકારના અંતિમ સંસ્કાર આજે બપોરે 4 વાગ્યે સાંતાક્રુઝના સ્મશાનમાં થશે. પ્રદીપ સરકારે ‘હેલિકોપ્ટર ઈલા’, ‘લાગા ચૂનરી મેં દાગ’, ‘જર્ની ઓફ વુમન’, ‘લફંગે પરિંદે’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.