મુંબઈ: બોલીવુડના પોપ્યુલર દંપતિ રણવીરસિંહ અને દીપિકા પદુકોણ વચ્ચે કંઈક અણબનાવ બન્યો હોય તેવી વિગત બહાર આવી છે. વાત એમ છે કે મુંબઈ ખાતે યોજાયેલા ઈન્ડીયન સ્પોર્ટસ સન્માન સમારોહમાં રેડ કાર્પેટ પર એકટ્રેસ પતિ રણવીરસિંહે જયારે પત્નીનો હાથ પકડવા પ્રયાસ કર્યો ત્યારે દીપિકાએ હાથ પાછો ખેંચી લઈને પતિની જાહેરમાં અવગણના કરી હતી. પાપારાઝીઓએ આ ઘટનાનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા ફેન્સે લખ્યું કે બન્ને વચ્ચે કંઈક તો ગરબડ છે.
ગઈકાલે મુંબઈ ખાતે ઈન્ડીયન સ્પોર્ટસ ઓનરના યોજાયેલા કાર્યક્રમમાં બોલીવુડની હસ્તીઓ ઉમટી પડી હતી. અહીં ખેલજગતના હીરોને એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા આ પ્રસંગે દીપિકા અને રણવીરસિંહે રેડ કાર્પેટ પર તેમની સ્ટાઈલીશ એન્ટ્રી મારી હતી. આ સમયે ફેન્સે જોયું કે દીપિકાનો હાથ પકડવા ગયેલા પતિ રણવીરસિંહને દીપિકાએ પોતાનો હાથ પાછો ખેંચીને ઈગ્નોર કર્યો હતો અને પોતે એકલી આગળ ચાલી ગઈ હતી.
આ દ્દશ્યનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા ફેન્સે કોમેન્ટ કરી હતી. એક ફેન્સે લખ્યું દીપિકા ગુસ્સામાં છે. તેણે હાથ ન પકડયો. અન્ય ફેન્સે લખ્યું- બન્ને વચ્ચે કંઈક તો ગરબડ છે.