રાજકોટ,તા.24 : રૈયારોડ પર વૈશાલીનગર-1માં રહેતા જયુભાઈ વિજયભાઈ ચુડાસમા (ઉ.વ.25) ગત રાત્રીના હરીપરના રસ્તે મીત્રો સાથે નાસ્તો કરવા ગયો હતો બાદમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતાં. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.વધુમાં યુવક સીસીટીવીનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.