‘ટાઈગર-3’માં સલમાન અને શાહરૂખ મળીને જેલ તોડશે!

24 March 2023 05:16 PM
Entertainment India
  • ‘ટાઈગર-3’માં સલમાન અને શાહરૂખ મળીને જેલ તોડશે!

‘ટાઈગર-3’ના એકશન મુંબઈમાં સ્ટુડિયોમાં ફિલ્માવાની તૈયારી

મુંબઈ:
‘ટાઈગર-3’ આ વર્ષની સલમાનખાનની મોટી ફિલ્મો પૈકીની એક બની રહેશે. દર્શકો પણ વ્યાકુળતાથી તેની રાહ જોઈ રહ્યા છે. શાહરુક ખાન આ ફિલ્મમાં કેમિયો કરશે. નવી ખબરો મુજબ જયાં ‘પઠાન’માં બન્નેએ એકશનની સાથે સાથે કોમેડી કરતા નજરે પડયા હતા. ત્યારે ‘ટાઈગર-3’માં બન્નેના સીન ખૂબ જ ઈન્ટેન્સ છે અને આ ઈન્ટેંસિટી તેમના એકશન સીનમાં પણ જોવા મળશે.

આ સીનમાં બન્ને મેગા સ્ટાર જેલ તોડવાની સિકવન્સમાં નજરે પડશે આ સીનને એપ્રિલમાં મુંબઈમાં એક સ્ટુડિયોમાં ફિલ્માવાશે. ફિલ્મનું નિર્દેશન મનીશ શર્મા કરી રહ્યા છે આ ફિલ્મ હિન્દીની સાથે સાથે તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ થશે.


Related News

Advertisement
Advertisement