નવી દિલ્હી તા.24 : લાંબા સમયથી અદાણી ગ્રુપમાં એલઆઈસીના રોકાણ અંગે સર્જાયેલા વિવાદ બાદ હવે એલઆઈસીએ વિવિધ કંપનીઓમાં ડેબ્ટ તથા ઈકવીટી રોકાણમાં નવી મર્યાદા મુકવાની તૈયારી કરી છે. અદાણી ગ્રુપમાં જે રીતે એલઆઈસીએ રોકાણ કર્યુ હતું અને તેના રોકાણનું ધોવાણ થયુ તે પછી તેની આકરી ટીકા થઈ છે અને એલઆઈસીને મોટુ નુકશાન પણ સહન કરવું પડે તેવી પરીસ્થિતિ બની છે તેના પરથી આ નિર્ણય લેવાયો છે.