સોખડા પાસે કોળી યુવક પર દંપતી સહીત ચાર શખ્સનો હુમલો

24 March 2023 05:41 PM
Rajkot
  • સોખડા પાસે કોળી યુવક પર દંપતી સહીત ચાર શખ્સનો હુમલો

પત્ની સાથે આડા સંબંધ ધરાવતા દિપકને ભુપતભાઇ સમજાવવા ગયાને શખ્સો તુટી પડયા: ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા

રાજકોટ,તા.24
સોખડા રોડ પર સાત હનુમાન પાસે નિશાંતનગર-1માં રહેતા ભુપતભાઇ કાળુભાઇ રાતોજા (ઉ.વ.43) ગત રાત્રે ઘર પાસે હતા ત્યારે ધસી આવેલા દિપક તેની પત્ની મંજુ, રાહુલ અને અજાણ્યા શખ્સે લાકડીથી હુમલો કરતા શરીરે ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, તેની પત્ની કોમલ સાથે દિપકને આડા સંબંધ હોય જેની જાણ તેને થતા તે સમજાવવા માટે ગયેલ હતા ત્યારે ઉશ્કેરાયેલા દિપક અને તેના પરિવારે લાકડીથી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત મજુરી કામ કરે છે. અને સંતાનમાં ત્રણ પુત્રી એક પુત્ર છે.


Related News

Advertisement
Advertisement